શિશુ ગુર્જરી / વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળાનો 11 મો વાર્ષિક મહોત્સવ ” થનગનાટ” યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.13/12/2019 ને શુક્રવારના રોજ શ્રી અરુણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ ગુર્જરી / વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળાનો 11 મો વાર્ષિક મહોત્સવ ” થનગનાટ” યોજવામાં આવ્યો

આ પ્રસંગે કાર્યક્રમના પ્રમુખ તરીકે માન.શ્રી બી.એમ.પટેલ સાહેબ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી – તાપી ,અતિથિ વિશેષ તરીકે માન.શ્રી તુષારભાઈ જાની સાહેબ નાયબ કલેકટર શ્રી તાપી તેમજ માન.શ્રી હસુભાઈ વલ્લભભાઈ પટેલ (હસુનાના USA) તેમજ માન.શ્રી દિનેશભાઈ ચૌધરીસાહેબ શિક્ષણ નિરીક્ષક તાપી ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો.

આ પ્રસંગે માન શ્રી તુષારભાઈ જાની સાહેબ નાયબ કલેકટર શ્રી તાપી ની બદલી નવસારી જિલ્લામાં થતાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી તાપી બી.એમ.પટેલ સાહેબે એમને સાલ અને પુષ્પ ગુચ્છ અર્પણ કરી શિક્ષણ વિભાગ તરફથી વિદાય સન્માન કરેલ.

આ ઉપરાંત શાળા પરિવાર દ્વારા શ્રેષ્ઠ વાલી સન્માન 2019 માટે શ્રી ધર્મેશભાઈ શાહ ને સન્માનિત કરવામાં આવેલ એમનો દીકરો ધોરણ – 8 ગુજરાતી માધ્યમ માં અભ્યાસ કરે છે.

કાર્યક્રમના પ્રમુખ તરીકે ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારી માન.શ્રી બી.એમ.પટેલ સાહેબે પોતાના વક્તવ્યમાં વિદ્યા ગુર્જરી શાળા માટે જણાવ્યું હતું કે હું જાતે આ શાળામાં પાંચ થી છ વાર મુલાકાત લય ચુક્યો છું અને શાળાનું શિક્ષણ કાર્ય ખૂબ સારું છે અને સ્ટાફ પણ ખૂબ શિસ્તબદ્ધ જણાય છે અને શાળા ખૂબ પ્રગતિ કરે તેમજ નવી શાળાનું નિર્માણ કાર્ય ખૂબ ઝડપથી પૂર્ણ થાય એવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં કુલ 18 જેટલી વિવિધ કૃતિઓ શાળાના ભુલકાઓએ રજૂ કરેલ સમગ્ર કાર્યક્રમમાં શ્રી અરુણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન ટ્રસ્ટના મંત્રી માન શ્રી નિખિલભાઈ શાહ,ખજાનચી શ્રી ડાહ્યાભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ ભટ્ટ,શ્રી સંજયભાઈ શાહ,ડો.અજયભાઈ દેસાઈ, શ્રી ચિરાગભાઈ શાહ તથા શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી નવીનભાઈ પંચોલીસાહેબે ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
સમગ્ર કાર્યક્રમ ની આભાર વિધિ શાળાના શિક્ષિકા બહેન શ્રીમતી મીતાબેન ચૌધરી એ કરી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *