તાપી જિલ્લાના વ્યારા સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઇન્દુ ખાતે “વિશ્વકર્મા દિન” નિમિત્તે પદવીદાન સમારોહ યોજયો

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી)તા.17: તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઇન્દુ ખાતે “વિશ્વકર્મા દિન” નિમિત્તે વર્ષ 2022ના સફળ તાલીમાર્થીઓ માટે દિક્ષાંત (પદવીદાન) સમારોહ યોજાયો હતો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓના હસ્તે પાસ આઉટ થયેલા તાલીમાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે જ “મુખ્યમંત્રી એપ્રેંટીસ” યોજના અંગેની વિસ્તૃત માહિતી તાલીમાર્થીઓને આપવામાં આવી.
આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી દીપભાઈ શાહ, જિલ્લા શ્રમ અધિકારીશ્રી શ્રીએમ.એમ.અન્સારી(HR manager NPCIL ), ઇન્દુ ગામ સરપંચ શ્રીમતી સુનિતાબેન ગામિત તેમજ પ્રેરક ઉપસ્થિતિમાં સંસ્થાના ભુતપૂર્વ તાલીમાર્થીઓ અમિતભાઈ, જતિનભાઈ,દિનેશભાઇ ઉપસ્થિત રહ્યા હતા.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઇન્દુના આચાર્ય શ્રીમતી શિલ્પાબેન ચૌધરીએ ઉપસ્થિત મહાનુભાવોનો સંસ્થાવતી આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો॰
0000000000