વિદ્યાર્થીઓને શિક્ષણ પુરતું મર્યાદિત ન રહેતા રમત ગમત પ્રત્યે પણ રૂચી કેળવવા ખાસ અનુરોધ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડીયા
નેશનલ ગેમ્સ બાબતે યુવાનોમાં જાગૃતિ કેળવાય તે હેતુ સાથે બાજીપુરા સ્થિત અરૂણા નર્સીંગ કોલેજ ખાતે અવેરનેશ કાર્યક્રમ યોજાયો
………………
(માહિતી બ્યુરો,વ્યારા,તાપી) : 16: નેશનલ ગેમ્સ બાબતે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીમાં જાગૃતિ કેળવાય તે હેતુ થી ગુજરાતના તમામ જિલ્લાઓમાં નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન “CELEBRATING UNITY THROUGH SPORTS” થીમ સાથે તાપી જિલ્લામાં તાલુકા કક્ષાના અવેરનેશ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજ રોજ શ્રી અરૂણા નર્સીંગ કોલેજ, બાજીપુરા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના અધ્યક્ષસ્થાને અને સહાયક માહિતી નિયામકશ્રી નિનેશ ભાભોર તથા કારોબારી અધ્યક્ષશ્રી કુલિન પ્રધાનની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સૌ વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, સ્પોર્ટસ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ બન્ને રીતે આપણા જીવન સાથે સંકળાયેલ છે. આપણે નાનપણમાં અવનવી રમતો રમતા હતા. આ રમતોના પરિણામે જ નેશનલ ગેમ્સ જેવી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન મળે છે. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણ પુરતું મર્યાદિત ન રહેતા રમત ગમત પ્રત્યે પણ રૂચી કેળવવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે 36માં નેશનલ ગેઇમ્સમાં ગુજરાત રાજ્ય પ્રથમવાર યજમાનની ભૂમિકા ભજવી રહ્યા છે ત્યારે આપણા તાપી જિલ્લામાંથી પણ આ સ્પર્ધામાં ખેલાડીઓ ભાગ લેનાર છે જે આપણા સૌ માટે ગર્વની બાબત છે. તેમણે વિદ્યાર્થીઓને નેશનલ ગેઇમ્સના લોગો, મેસકોટ અને થીમ અંગે રસ પ્રદ બાબતો જણાવી જાગૃત કર્યા હતા.
કારોબારી અધ્યક્ષશ્રી કુલિન પ્રધાને વિદ્યાર્થીઓને પ્રત્સાહિત કરતા જણાવ્યું હતું કે, યુવાનોએ રમર ગમતમાં ભાગ લઇ પોતાની પ્રતિભાને ઉજાગર કરવી જોઇએ. અને પોતાની પ્રતિભા દ્વારા દેશને સશક્ત બનાવવા ભાગીદાર બનવું જોઇએ. તેમણે ભણતર સાથે રમતગમતનું પણ ખાસ મહત્વ છે એમ સૌને સમજાવ્યું હતું.
આ પ્રસંગે સહાયક માહિતી નિયામકશ્રી નિનેશ ભાભોરે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યુ હતું કે,ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લાનું રમત-ગમત વિભાગ ખુબ જ સક્રિય રીતે કામગીરી કરી રહ્યું છે. જેના પરિણામે આજે રાજ્યના ખુણે ખુણેથી પ્રતિભાવાન ખેલાડીઓ રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે.
આ પ્રસંગે શ્રી અરૂણા નર્સીંગ કોલેજના આચાર્યશ્રી જૈનિશ અમદાવાદીએ સ્વાગત પ્રવચન અને સાવિત્રીબેન પટેલ કોલેજ ઓફ ફિઝીઓથેરાપીના આસી.પ્રો. ડૉ.હિરવી પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા કોલેજના ઇંચા.આચાર્ય ડૉ.તેજસ્વી પટેલ દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રદિપ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટના રજનીકાંત પટેલ, ડિસ્ટ્રીક્ટ કોચ મનીષાબેન સહિત અન્ય કોચ અને ટ્રેનરો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0000000000000