જિલ્લા પંચાયત તાપીની ખાસ સામાન્ય સભા જિ.પં. પ્રમુખશ્રી સુરજભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાઇ

Contact News Publisher

૧૫માં નાણાપંચની જોગવાઈમાંથી કુલ ૧૨૨ કામો માટે રૂા. ૬૯૯.૯૮ લાખની બહાલી આપવામાં આવી
………………..
માહિતી બ્યુરો,વ્યારા-તાપી તા..૧૪- તાપી જિ.પં. પ્રમુખશ્રી સુરજભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને તથા સભાના સચિવશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડીયા ની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત તાપી- વ્યારાની ખાસ સામાન્ય સભા યોજાઇ હતી.
આ સભામાં ૧૫મું નાણાપંચ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ જિલ્લા કક્ષાએ ૧૦ ટકા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, અનટાઈડ /બેઝિક ૪૦% સદરે માળખાગત વિકાસ, શિક્ષણ, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, મહિલા અને બાળવિકાસ, આરોગ્ય અને સ્વાસ્થ્ય, સામાજિક સુરક્ષા અને સામાજિક ન્યાય, કૃષિ પશુપાલન ડેરી, વિકાસ અને મત્સ્યોદ્યોગ માટે રૂા.૨૭૯.૯૯ લાખ તથા ટાઈડ ગ્રાન્ટ ૬૦% સદરે પાણી પુરવઠા, R.O પ્લાન, શૌચાલય, ગટર, ટ્રેકટર–ટોલી ડોર ટુ ડોર કચરા કલેકશન માટે તથા કચરાપેટીઓ માટે રૂ।. ૪૧૯.૯૯ લાખના આમ, કુલ રૂા. ૬૯૯.૯૮ લાખના કામોની બહલી આપવામાં આવી હતી.
જેમાં સોલીડ વેસ્ટ મેનેજમેનટ, ડોર ટુ ડોર ગારલેજ કલેકશન, એમ્યુલન્સ વાન, સોલાર પંપ, પ્રા.શાળાના ઓરડાઓનું અપગ્રેડેશન / શેડ, આંગણવાડી બાંધકામ, છાત્રાલયોના રીપેરીગ વિગેરેના ઉકત ૧૫માં નાણાપંચની કામોની વહેંચણી બાબતે સરકારશ્રી ધ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડ લાઈન મુજબ કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે સચિવશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડીયા દ્વારા જિલ્લાના સદસ્યશ્રીઓને સમજુત કરવામાં આવ્યા હતા, તેમજ ગ્રામ વિકાસ માટેના તમામ કાર્યો હાલ વિધાનસભાની ચુંટણીને ધ્યાને લઈ વેળાસર કામો પુર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ તમામ સદસ્યશ્રીઓ દ્વારા સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.
અંતમાં જિલ્લા પ્રખુખશ્રી તથા સામાન્ય સભાના અધ્યક્ષશ્રીએ ૧૫ માં નાણાપંચના કામોની બહાલી મળતાં તમામનો આભાર માની સભાનું કામકાજ પુર્ણ થયેલ જાહેર કરવામાં આવ્યુ હતું.
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ આર.એચ.રાઠવા,એસ.એ.ડોડિયા,ઉપપ્રમુખશ્રી અર્જુનભાઈ ચૌધરી,કારોબારી અઘ્યક્ષશ્રી મોહનભાઇ કોંકણી, બાંધકામ સમિતી ચેરમેનશ્રી નિતિન ગામીત,શિક્ષણ સમિતિ અધ્યક્ષ સરિતાબેન વસાવા,હળપતિ અને ભૂમિહિન ખેત મજૂરોના આવાસ સમિતિ અધ્યક્ષ ભૂપેન્દ્રભાઈ ગામીત,મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃતિ સમિતિ અધ્યક્ષ રમીલાબેન ગામીત,સામાજીક ન્યાય સમિતિ અધ્યક્ષ મસુદાબેન નાઈક,ખેત ઉત્પાદન અને સહકાર,સિંચાઈ સમિતિ અધ્યક્ષ કુસુમબેન વસાવા,જાહેર આરોગ્ય સમિતિ અધ્યક્ષ સોનલબેન સંદિપભાઈ પાડવી સહિત શાખા અધિકારીઓ/પદાધિકારી/જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other