સુરતમાં મોપેડ પર ઘરે જતા દંપતીને ટેમ્પો ચાલકે અડફેટે લેતા પતિનું કચડાતા મોત

Contact News Publisher

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : સુરતના ગોડાદરા વિસ્તારમાં ટેમ્પો અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી છે. ગોડાદરાના ધ્રુવ પાર્ક નજીક આ અકસ્માતની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે આવતા ટેમ્પો ચાલકે એક્ટીવા સવાર દંપતીને અડફેટે લીધા હતા. જેમાં એક્ટીવા ચાલક ગોપાલભાઈ મકવાણાનું પત્નીની નજર સામે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે ગોડાદરા પોલીસે ગુનો નોંધી ટેમ્પો ચાલકની અટકાયત કરી છે. જ્યારે ઘરનો આધાર ગુમાવતા પરિવારના હૈયાફાટ રૂદનથી માહોલ શોકમય બની ગયો હતો.

સુરતમાં ગંભીર અકસ્માતના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે. આવો જ વધુ એક અકસ્માત સુરતના ગોડાદરા વિસ્તારમાં સામે આવ્યો છે. ગોડાદરાના ધ્રુવ પાર્ક નજીક ટેમ્પો અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતા ટેમ્પો ચાલકે એક્ટીવા ચાલકને અડફેટે લીધા હતા. 42 વર્ષીય ગોપાલભાઈ તેમના પત્ની સાથે એક્ટીવા પર ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ધ્રુવ પાર્ક પાસેથી પસાર થતા હતા દરમિયાન સામેથી આવતા ટેમ્પો (GJ-05- 8554) ચાલકે અચાનક જ અડફેટે લઈ લીધા અને ગંભીર અકસ્માત સર્જ્યો હતો.

એકટીવા ચાલક ગોપાલભાઈ મકવાણાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્નીને હાથ અને પગના ભાગે ગંભીર પહોંચી હતી. અકસ્માતને પગલે ગોડાદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાને પગલે તાત્કાલિક ગોપાલભાઈ અને તેમના પત્નીને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે ઘટના સ્થળેથી ટેમ્પો કબજે કરી ડ્રાઇવરની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. હાલ તો પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other