તાપી જિલ્લામાં ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે “વિશ્વાસ થી વિકાસ યાત્રા” યોજાશે
તાપી જિલ્લા ખાતે યોજાનાર “વિશ્વાસ થી વિકાસ યાત્રા” કાર્યક્રમના સુચારૂ આયોજન અને પ્રચાર-પ્રસાર માટે પત્રકરો સાથે બેઠક યોજાઇ
…………………..
વ્યારા પ્રાંતમાં કુલ 27.59 કરોડ જેટલી રકમના કુલ 990 કામો,નિઝર પ્રાંતમાં કુલ 8.99 કરોડના કુલ 364 કામો જ્યારે જિલ્લા કક્ષાએ કુલ 38.21 કરોડના કુલ 33 કામોનું ઇ-ખાતમુહુર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં કરવામાં આવશે;- જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયા
……………………
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.11- ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ તેમજ જિલ્લા કક્ષા અને પ્રાંત કક્ષાએ ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે વિવિધ લોકાભિમુખ વિકાસ કાર્યોના લોકાર્પણ,ખાતમુહુર્તો, જેવા કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે. તાપી જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ અને પત્રકારમિત્રો સાથે તાપી જિલ્લામાં “વિશ્વાસ થી વિકાસ યાત્રા” ના સુચારૂ આયોજન અને પ્રચર-પ્રસાર માટે કલેક્ટર ક્ચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાએ અધિકારીશ્રીઓને તથા પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, “વિશ્વાસ થી વિકાસ યાત્રા” ના આયોજન દરમિયાન યોજનાકીય કામગીરી માટે વિવિધ વિભાગો સાથે સંકલન કરીને ભવ્ય ઉજવણી કરવાનું થાય છે..કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સામાજીક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવામાં આવનાર છે. દરેક વિભાગ/કચેરી દ્વારા કરવામાં આવેલ સરકારની યોજનાકીય ફલશ્રૃતિ લોકો સુધી પહોંચે તે માટે આપણે કટીબધ્ધ રહેવાનું છે.
વધુમાં માહિતી આપતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં પ્રાંત કક્ષાનો“વિશ્વાસ થી વિકાસ યાત્રા” કાર્યક્રમ ૧૨ સપ્ટેમ્બરે વ્યારા પ્રાંત- શ્યામાપ્રસાદ ટાઉનહોલ,વ્યારા ખાતે ધારા સભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષ સ્થાને 12.39 કરોડના કુલ 746 કામોનું ઇ-લોકાર્પણ તથા રૂ.15.22 કરોડના 244 જેટલા કામોનું ઇ-ખાત મુહુર્ત કરવામાં આવશે. આમ કુલ 27.59 કરોડ જેટલી રકમના કુલ 990 કામોનું ઇ-ખાતમુહુર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં કરવામાં આવશે. જ્યારે નિઝર પ્રાંતનો કાર્યક્રમ એપીએમ.સી.માર્કેટ ખાતે તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવાના અધ્યક્ષ સ્થાને 4.25 કરોડના કુલ 259 કામોનું ઇ-લોકાર્પણ તથા રૂ.4.74 કરોડના 105 જેટલા કામોનું ઇ-ખાતમુહુર્ત આમ કુલ 8.99 કરોડ જેટલી રકમના કુલ 364 કામોનું ઇ-ખાતમુહુર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં કરવામાં આવશે.તેમજ તાપી જિલ્લામાં જિલ્લા કક્ષાના “વિશ્વાસ થી વિકાસ યાત્રા” કાર્યક્રમમાં ૧૩ સપ્ટેમ્બરે કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ગાંધીનગર તથા પ્રભારી મંત્રીશ્રી-તાપી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને રૂ. 26.93 કરોડના 17 જેટલા કામોનું ઇ-લોકાર્પણ તથા રૂ. 11.28 કરોડના 16 જેટલા કામોનુ ઇ-ખાતમુહુર્ત આમ કુલ 38.21 કરોડના કુલ 33 કામોનું ઇ-ખાતમુહુર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં કરવામાં આવશે.
જિલ્લા કક્ષાની આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ ,જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીત, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પતેલ તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
0000000000000