સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વ્યારામાં મેનન શિક્ષક દિવસની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારામાં 7 મી સપ્ટેમ્બર 2022 ના રોજ મેનન શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી . તમામ શિક્ષકો દ્વારા માં સરસ્વતી , ડૉ . સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ડૉ . સેમ્યુઅલ હેનેમનને પુષ્પાંજલિ સાથે ઉજવણીની શરૂઆત કરવામાં આવી . ચોથા BHMS ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે શિક્ષક તરીકે ભાગ લીધો હતો અને શિક્ષક તરીકે તેમની શ્રેષ્ઠ ભૂમિકા ભજવી હતી . શિક્ષક દિન નિમિત્તે તમામ શિક્ષકોનું ટીચિંગ ફેકલ્ટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યું હતું અને નીચેના શિક્ષકોને ઈનામોથી નવાજવામાં આવ્યા હતા.
પ્રથમ વર્ષ BHMS :
પ્રથમ ઇનામ – કટારિયા હેતલ
દ્વિતીય ઇનામ મહેતા નેન્સી
દ્વિતીય વર્ષ BHMS :
પ્રથમ ઇનામ – શિયાણી ખ્યાતી
દ્વિતીય ઇનામ – સંઘાણી બંસરી
તૃતિય વર્ષ BHMS :
પ્રથમ ઇનામ શૈખ સૌદ
દ્વિતીય ઇનામ- સૈલર કૃપા
ચતુર્થ વર્ષ BHMS :
પ્રથમ ઇનામ – ઉપાધ્યાય પ્રિયંકા
દ્વિતીય ઇનામ – હેત્વી પટેલ
શિક્ષક દિન નિમિત્તે અન્ય તમામ શિક્ષકોને પ્રમાણપત્ર અને પેનથી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે તમામ શિક્ષકોનું ફૂલ અને પેનથી અભિવાદન કર્યાબાદ સૌએ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રિન્સિપાલ ડૉ. જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ ડૉ. ધૃણી ગવળી અને તેમની ટીમે કર્યું હતું.