વ્યારા ખાતે ગુજરાત સ્ટાર્ટ અપ સેલ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે સ્ટાર્ટ અપ વર્કશોપ યોજાયો
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૯- ગુજરાત સ્ટાર્ટ અપ સેલ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તાપી ના સંયુકત ઉપક્રમે તા.૦૭ અને ૦૮ સપ્ટેમ્બર ના રોજ બે દિવસીય સ્ટાર્ટ અપ વર્કશોપનું આયોજન કૃષિ વિજ્ઞાન કેંદ્ર-વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું આ વર્કશોપ અંતર્ગત ચાર (૦૪) અલગ અલગ સેન્સીટાઈઝેશન ફોર સ્ટાર્ટ અપ વર્કશોપ નું પણ આયોજન કરેલ હતું.
૧) Sensitization workshops conducted for officials of State Government departments on startup ecosystem of India
૨) Sensitize potential investors on investment in Startups
૩) Capacity Development workshop for Women –led Startups
૪) Capacity Development workshop for Startups with Rural Impact
સ્ટાર્ટઅપ વર્કશોપમાં ગુજરાત સ્ટાર્ટઅપ સેલ તથા ઈન્ડિયા સ્ટાર્ટઅપ સેલ તથા GVFL ના પ્રતિનિધિ દ્વારા ઓનલાઈન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું CED સુરતના પ્રતિનિધિ શ્રી જૈમીન ભાઈ અને વલસાડના મહિલા ઉદ્યોગકાર રીનાબેન તેમજ SEWA Ruralના પ્રતિનિધિ શ્રીમતી લતાબેન અને મદદનીશ ઉદ્યોગ કમિશનર શ્રી ડી.ડી.સોલંકી દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્ર્મ ની આભારવિધી શ્રી ડી.એમ.રાણા અને શ્રી એસ.એચ.પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહાત્મા ગાંધી નેશનલ ફેલો શ્રી હાર્દિકભાઇ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતુ. તથા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા ઉધોગ કેન્દ્રની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
૦૦૦૦૦૦૦