શિશુ/ વિદ્યાગુર્જરી શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ ગુર્જરી પૂર્વ પ્રાથમિક શાળા તથા વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ભારત દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મહાન દાર્શનિક, પ્રખરજ્ઞાની ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદ માં તા.05/09/2022ને સોમવારના રોજ “ શિક્ષક દિન” ની ઉજવણી કરવામાં આવી.
શાળામાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિધાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક શિક્ષકશ્રીઓની ભૂમિકા ભજવી શિક્ષણકાર્ય કરાવ્યું. શિક્ષકદિનની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર શાળાનું સંચાલન શિક્ષક બનેલ વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું. આજના દિવસે શાળામાં “ શ્રેષ્ઠ શિક્ષક ” સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ. આ માટે શાળાના શિક્ષકશ્રી પ્રિતમભાઈ વસાવા , કુંજનબેન ગામીત , તેમજ હીનાબેન સોલંકીએ નિર્ણાયક તરીકે સેવા આપેલ. અંગ્રેજી માધ્યમમાં પ્રથમ નંબર ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પૂજા ગુજ્જર અને દ્વિતિય નંબર ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની લબ્ધિ ચૌધરી અને તૃતિય નંબર ધોરણ 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી વેદાંત પટેલ અને ગુજરાતી માધ્યમમાં પ્રથમ નંબર ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નિધી ગામીત અને દ્વિતિય નંબર ધોરણ 10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી આર્યન ચૌધરી અને તૃતિય નંબર ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તાન્ઝીલા મલેક ને આજે પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક એનાયત કરવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી છે. તેમને પણ શાળા પરિવાર તરફથી આશ્વાસન ઈનામ આપવામાં આવેલ છે. તેમજ “શ્રેષ્ઠ શિક્ષક” તરીકે પસંદ થયેલ વિદ્યાર્થીને વિશેષ ઈનામથી સન્માનિત કરવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી તેઓએ પોતાનો પ્રતિભાવ રજૂ કરેલ. તેઓએ પોતાના પ્રતિભાવમાં ઉમેરર્યુ કે શિક્ષક બનવું સરળ નથી અને એક દિવસ શિક્ષકની ભૂમિકા ભજવી ત્યારે ખ્યાલ આવ્યો કે શિક્ષણ કાર્ય કરાવવું કઠિન હોય છે. અંતે નિર્ણાયકશ્રીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કરી તેમજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રધ્ધાસુમન વ્યકત કરી સર્વ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સૌને શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમને વિરામ આપવામાં આવેલ.