તાપી જિલ્લા કક્ષા નવરાત્રી રાસ – ગરબા સ્પર્ધા ૨૦૨૨-૨૩નું આયોજન
ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ તા. ૧૪ સપ્ટેમ્બર સુધીમાં જમા કરાવવાનું રહશે
……………
(માહિતી બ્યુરો,વ્યારા-તાપી)તા. 02 તાપી જિલ્લા ખાતે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી તાપી દ્વારા સંચાલિત નવરાત્રી રાસ ગરબા ૨૦૨૨-૨૩ યોજાનાર છે.
આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઈ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં ભાગ લેનારની વય ૧૪ થી ૪૦ વર્ષ સુધીની રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબાનો સમય ૬ થી ૧૦ મિનિટ રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા ૧૨ થી ૧૬ રાખી શકાશે. અને સાથે સંગીતકાર ૪ (ચાર) રાખી શકાશે. ઈચ્છુક ઉમેદવારો એ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ સાથે રાખી તા. ૧૪-૦૯-૨૦૨૨ સુધીમાં કચેરીના કામકાજના દિવસ દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા રમતગમત કચેરી C/O જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા સેવા સદન, બ્લોક નં-૬, પ્રથમ માળ તાપી ખાતે જમા કરવાના રહેશે. તા. ૧૪-૦૯-૨૦૨૨ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકારવામા આવશે નહિ.તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
00000000000000000000000