ટાટા ટેમ્પોમાં હેરાફેરી કરતા ઇંગ્લીશ દારૂનાં જથ્થા સાથે કુલ કિ.રૂ. ૧૮,૧૦,૩૦૦ / – નો મુદ્દામાલ ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી , સુરત વિભાગ , સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર / મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના મુજબ ગઇ તા .૦૧ / ૦૯ / ૨૦૨૨ ના રોજ પો.ઇન્સ.શ્રી એચ.સી. ગોહિલ , એસ.ઓ.જી. તાપી તથા એલ.સી.બી. તાપીના પોલીસ માણસો સાથે નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળેલ હતા. તે દરમ્યાન અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇને મળેલ બાતમી આધારે મૌજે નિંભોરા ગામ, બસ સ્ટેન્ડ પાસે સદગવાણ રોડ પરથી આરોપીઓ ( ૧ ) શુભમસીંગ રામદેવસીંગ રાજપુત ઉવ .૨૭ રહે , ફલેટ નં- ૩૦૧ , શીવ બિલ્ડીંગ સુપ્રીમ , નાની દમણ , મૂળ રહે મુ.પો.તા.થાના- પાલાનીગામ , જી.બાંદા ( યુ.પી. )ને પોતાના કબ્જાની ટાટા ટેમ્પો નં- MH – 04 JU – 9652 માં વગર પાસ પરમીટે પ્લાસ્ટીકના બબલ રોલની આડમાં ભારતીય બનાવટનો અલગ અલગ ઇંગ્લીશ દારૂ / બિયરની નાની મોટી બોટલો / ટીનની પુઠાના બોક્ષ- ૨૧૩ માં નાની મોટો બોટલો / ટીન કુલ્લે -૫૦૧૬ કુલ કિં.રૂ .૧૦,૪૮,૮૦૦ / – નો ઇંગ્લીશ દારૂનો જથ્થો ટાટા ટેમ્પો નં MH – 04 – JU – 9652 કિ.રૂ .૭,૦૦,૦૦૦ / – માં હેરાફેરી કરતા મોબાઇલ નંગ -૧ કિં.રૂ .૫૦૦ / – પ્લાસ્ટીકના બબલ રોલ નંગ- ૬૧ કિ.રૂ .૬૧,૦૦૦ / – , પ્લાસ્ટીકના બબલ રોડ નંગ- ૩ કિ.રૂ .૦૦ / – મળી કુલ કિ.રૂ .૧૮,૧૦,૩૦૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરી આ આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ- ૬૫ ઇ , ૮૧ , ૯૮ ( ૨ ) મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે નિઝર પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ : પો.ઇન્સ.શ્રી, એચ.સી. ગોહિલ, એસ.ઓ.જી. તાપી તથા એલ.સી.બી. તાપીના અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસીંહ દેવસિંહ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો.રાહુલભાઇ દિગંબરભાઇએ કામગીરી કરેલ છે.