બેંક ઓફ બરોડા આરસેટી ઇન્દુ ખાતે મોબાઈલ રીપેરીંગ અને સર્વિસ(ભાઈઓ) માટે વિના મુલ્યે ૩૦ દિવસની તાલીમનું આયોજન
(માહિતી બ્યુરો,વ્યારા-તાપી) તા.01 તાપી જિલ્લાના વ્યારા સ્થિત આવેલ બેંક ઓફ બરોડા આરસેટી. ઇન્દુ ખાતે મોબાઈલ રીપેરીંગ અને સર્વિસ(ભાઈઓ) માટે ૩૦ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. મોબાઈલ રિપેરિંગ અને સર્વિસની તાલીમ વિના મુલ્યે તેમજ નિ:શુલ્ક હોસ્ટેલની સુવિધા આપવામાં આવશે.
૩૦ દિવસની તાલીમ માટે બીપીએલ કુંટુંબના સભ્ય અથવા મનરેગા જોબકાર્ડ ધારક કુંટુંબના સભ્ય અથવા આરએસબીવાય કાર્ડ ધારક કુંટુંબના સભ્ય અથવા સખી મંડળ સાથે કોઈ પણ એક સભ્ય જોડાયેલ હોય તેવા કુંટુંબના સભ્યની પસંદગીને પ્રાધાન્ય આપવામાં આવશે.
તાલીમ શરૂ થવાની સંભવિત તારીખ ૧૯/૦૯/૨૦૨૨ છે. વધુ માહિતી અને તાલીમ કાર્યક્રમ માં પ્રવેશ માટે બરોડા આરસેટી (બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, BSVS-તાપી) બ્લોક નં ૨૬૨/૨, એકલવ્ય સ્કુલની પાસે, ગામ-ઇન્દુ,વ્યારા-તાપી પીન કોડ-૩૯૪૬૫૦ ફોન નં ૦૨૬૨૬-૨૯૯૫૫૬, ઈ-મેઈલ: bsvs.tapi@bankofbaroda.co.in સંપર્ક નં:૯૮૭૯૪૨૩૧૪૭, ૯૯૨૫૪૪૪૭૯૭, ૯૯૦૯૭૯૧૪૯૨ સંપર્ક કરવાનો રહેશે. અરજી ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, ધોરણ ૧૦ પાસની ઝેરોક્ષ નકલ અને એક પાસપોર્ટ સાઈઝનો ફોટો સાથે લાવવાનો રહશે.તેમજ તાલીમાર્થીની પસંદગી વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.
000000000000000