ગણપતિ પંડાલો થકી સ્વચ્છતા સ્પર્ધા, પાલિકા સન્માનિત કરશે

Contact News Publisher

(સુશાંત શીંદે દ્વારા, સુરત) ;-શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે પાલિકા દ્વારા ગણેશ મહોત્સવ હેઠળ પર્યાવરણ સંપન્ન ગણેશોત્સવનું સ્વચ્છતા સર્વેક્ષણ- 2023 આયોજન કરાયું છે. જેમાંં ગણેશજીનું સ્થાપન કરનારા મંડપો, પંડાલો, આયોજકો સ્પર્ધામાં ભાગ લઇ શકશે. ભાગ લેવા માટે વેબસાઇટ mysurat.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન 4 ઓગસ્ટ સુધી કરવાનું રહેશે તેમજ વોર્ડ ઓફિસ પર પણ રજીસ્ટ્રેશન કરી શકાશે.

આ સ્પર્ધા હેઠળ ગણેશ આયોજકો દ્વારા પર્યાવરણ જાળવણી અંગેની કામગીરી, કચરાનું વર્ગીકરણ, વર્ગીકૃત કચરાનું કલેકશન, સિંગલ-યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અંગે જાગૃતતા, આરોગ્ય વિષયક જાગૃતતા, આરોગ્યલક્ષી કેમ્પ અને પર્યાવરણલક્ષી કામગીરીનું આયોજન, સ્વચ્છતા કામગીરી અને કોરોના પ્રિકોશન ડોઝ વેક્સીનેશન કેમ્પનું આયોજન કરવાનું રહેશે. માપદંડોની પાલિકા દ્વારા ચકાસણી કરી માર્કિંગ આપવામાં આવશે. આ પર્યાવરણલક્ષી મૂલ્યાંકનમાં વિજેતા થનાર પંડાલ અથવા મંડપને સુરત મહાનગર પાલિકા દ્વારા સન્માનિત કરવામાં આવશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other