બળાત્કાર કરી કિશોરીને માતા બનાવનારાને 10 વર્ષની સજા
(સુશાંત શીંદે દ્વારા, સુરત) ; -લીંબાયતમાં 16 વર્ષની કિશોરી સાથે બળાત્કાર ગુજારનારી તેને દીકરીની કુંવારી માતા બનાવનાર પરિણીત આરોપીનેે કોર્ટે દસ વર્ષની સજા અને રૂપિયા દસ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા કરતો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી વિશાલ ફળદુએ દલીલો કરી હતી.
કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યુ હતુ કે પીડિતાને રૂપિયા ત્રણ લાખ વળતર તરીકે ચૂકવવા કહ્યુ હતુ ઉપરાંત ઉમેર્યું હતુ કે સમાજમાં આવા ગુના બનતા અટકે અને કોઈપણ વ્યકિત મુક્તપણે સમાજમાં પોતાનું જીવન વિતાવી શકે તેવા શુભ આશ્યથી ુદા જુદા કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા છે અને કાયદાથી સુશાષિત સમાજનું નિર્માણ થાય તેવા હેતુસર જે કાયદાઓ ઘડવામાં આવેલા છે. ઉલ્લેખનીય છે કે, કિશોરી બિસ્કીટ લેવા ગયા બાદ પરત ફરી ન હતી આથી તેના માતા-પિતાએ તેની શોધખોળ આદરી હતી સાથે સાથે પોલીસને પણ આ અંગે જાણ કરી હતી.
કેસની વિગત મુજબ 2 ઓક્ટોબરના રોજ લીંબાયતમાં રહેતી 16 વર્ષની કિશોરી ઘરની નજીક આવેલી દુકાનમાં બિસ્કિટ લેવા માટે ગઈ હતી ત્યારબાદ ઘરે જ પરત ફરી ન હતી. તપાસમાં માલુમ પડયુ હતુ કે આરોપી વિક્રમ ચુનારા (રહે. ગોડદારા) કિશોરીને લગ્નની લાલચે ભગાવી ગયો હતો.