ગ્રામ સેવા સમાજ, વ્યારા સંચાલિત કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડી ખાતે એલાયન્સ કલબ ઓફ સુરત સેવન સ્ટાર દ્વારા પીટીસીની બહેનો માટે યુનિફોર્મ, સેનેટરી નેપકિનનું વિતરણ કરાયું
Mission Milk Abhishek to Shiva Programme અંતર્ગત પીટીસીની બહેનોને 360 બેગ અમુલ જોમ દૂધનું વિતરણ
……………….
( માહિતી બ્યુરો, વ્યારા-તાપી)તા:30 તાપી જિલ્લાના ગ્રામ સેવા સમાજ, વ્યારા સંચાલિત કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડી ખાતે એલાયન્સ કલબ ઓફ સુરત સેવન સ્ટાર દ્વારા પીટીસીની 44 બહેનો માટે બે જોડી યુનિફોર્મ, 80 બહેનોને ત્રણ માસ ચાલે તેટલા પ્રમાણમાં સેનેટરી નેપકિન ઉપરાંત Mission Milk Abhishek to Shiva Programme અંતર્ગત 360 બેગ અમુલ જોમ દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સત્યપ્રકાશ ઝા, જનરલ મેનેજર, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન,સુરત, અતિથિ વિશેષ તરીકે ભુપેન્દ્રભાઈ ચાહવાલા, ભુતપૂર્વ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ અને ડો. બિમલેશબેન તેવટીયા, મલ્ટિપલ કાઉન્સીલ ચેરપર્સન હાજર રહી બહેનોને પ્રેરણાદાયી વાતો કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન SVR’96 Helping hand ના સભ્ય વૈશાલીબેન અને ચેતનભાઈ દિહેણીયા USA તરફથી યુનિફોર્મની સિલાઈના 20000/- નું દાન આપવામાં આવ્યું હતું. આ કાર્યકામનું આયોજન જયંતિભાઈ પ્રજાપતિએ કર્યું હતું. આ તમામ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ આચાર્યશ્રી સંગીતાબેન આભારની લાગણી વ્યક્ત કરી હતી.
0000000000000000