ICGAS ( ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન) આયોજિત જોશ રનમાં સુરત રન એન્ડ રાઇડર ૧૩ નાં રનર અશ્વિન ટંડેલ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દમણ ખાતે ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન આયોજિત 7.5 k જોશ રનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 140 જેટલાં દોડવીરો કે જેમાં વિદ્યાર્થીઓ અને યુવાઓ તેમજ ડિફેન્સ સેવા કર્મીઓ, નિવૃત્ત ડિફેન્સ સાહેબો મળી 175 વ્યકિતઓએ ઉત્સાહભેર ભાગ લીધો. કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન પર સિનિયર સાહેબે ફ્લેગ ઓફ કરી દોડની શરૂઆત કરાવી. ભારતમાતાનાં જયનાદ સાથે દોડ થઈ. સમગ્ર માર્ગ પર પોલીસ જવાનોની દેખરેખ હેઠળ યુવાઓ અને જવાનોએ કોસ્ટ ગાર્ડનાં પ્રતિક સમા વ્હાઈટ યુનિફોર્મમાં સૌએ પ્રેરક કદમ ઉપાડ્યા. રાજીવ ગાંધી સેતુથી મોટી દમણ ફુટબોલ ગ્રાઉન્ડ અને કિલ્લા સામેથી પસાર થઈ પી.ડબલ્યુ.ડી. ભવનથી દરિયાકિનારાનાં માર્ગથી થઈ લાઈટ હાઉસ એમ્પી થિયેટર નજીક દોડ પૂરી થઈ. દમણ ઉદ્યોગ વિભાગનાં અધ્યક્ષ અને ચીફ ઓફ ડિફેન્સ વાજપેયી સાહેબની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યાં.
સદર કાર્યક્રમમાં ઘણી શાળા અને કોલેજનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એ પૈકી સુરત રન એન્ડ રાઇટર 13 નાં પ્રવૃત્ત મેમ્બર અને વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત દેગામ પ્રાથમિક શાળા તા. વાપી જી.વલસાડનાં ઉપશિક્ષક તેમજ પાંચ વિદ્યાર્થીઓ સ્પર્ધક તરીકે જોડાયા એમને ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યાં. સરકારી પ્રાથમિક શાળાનાં બાળકોને મૂલ્ય શિક્ષણ મળી રહે, સાથે સાથે શારીરિક કેળવણી પર પ્રાપ્ત કરે એવાં લક્ષ્ય સાથે આ પ્રવૃત્તિમાં ભાગ લીધો. આગામી આંતરરાષ્ટ્રીય સીમા તટ સફાઈ દિવસની ઉજવણીનાં ભાગરૂપે ઘણી બધી ઇવેન્ટ જેવી કે ઓપન વોટર સી સ્વીમીંગ, સાયકલિંગ અને રીલે દોડ થનાર છે જે વિશે માહિતી આપવામાં આવી.
આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે થનારી આ બધી પ્રવૃત્તિઓ સશક્ત યુવા પેઢી અને તંદુરસ્ત ભારતનાં નિર્માણ માટે વધુ ને વધુ લોકો જાગૃત બને તેમજ સીમા તટ સ્વચ્છ રાખવાનો અભિગમ કેળવે એવાં શુભ આશય સહ સૌએ શપથ લીધાં હતાં.