વ્યારા શુગર ફેક્ટરીના સ્થિર વિકાસ માટે લિકવીડીટી સપોર્ટ પેકેજની માંગણી કરતું આવેદનપત્ર અપાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આદિવાસી ખેડૂત સમાજના નેજા હેઠળ આજરોજ તાપી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી વ્યારા સુગર ફરી ધમધમતી કરવા માટે લિકવીડીટી સપોર્ટ પેકેજની માંગણી કરવામાં આવી છે.

ળળતાપી જિલ્લા કલેકટરશ્રીને આજરોજ આદિવાસી ખેડૂત સમાજ તરફથી પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં વ્યારા સુગરને ફરીથી શરૂ કરવા અને ખેડૂતોના હિતમા નિર્ણય લઈ લિકવીડીટી સપોર્ટ પેકેજની માંગણી કરવામાં આવી હતી. આવેદન પત્રમા નીચે મુજબની લાગણી અને માંગણીઓ વ્યકત કરાઈ છે. “જય ભારત સહ શ્રી ઉકાઈ પ્રદેશ ખાંડ ઉદ્યોગ મંડળી, ખુશાલપુરા, વ્યારાને અન્ય રાજયની જેવા કે યુ.પી., મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં જે રીતે સુગર ફેકટરીમાં ખેડૂતોનું જીવન ધોરણ ઉંચુલાવવા સ્પેશીયલ પેકેજ સુગરફેકટરીમાં આપવામાં આવે છે, એ રીતે વ્યારા સુગર ૯૦% આદિવાસી એવા નાના અને શ્રીમંત ખેડૂત સભાસદ ઘરાવતા એકમાત્ર ઉદ્યોગ છે. આ સંસ્થામાં ૨૩૫૦૦ જેટલા ખેડૂત સભાસદો ધરાવે છે અને ૯ તાલુકાઓના ૩૦ ગામનો વિકાસ થાય એ જરૂરી છે. આ વિસ્તારમાં ટ્રક અને ટ્રેકટર સંચાલકો ખેતમજૂરી માટે રોજગારી ઉભી થાય એમ છે. વિશાળ વિસ્તારમાં પશુપાલકો અને ખેતમજરી સાથે સંકળાયેલા છે. અન્ય સુગરી દ્વારા આદિવાસી ખેડૂતોને ઓછા ભાવ આપી લુટ ચલાવી રહયા છે અને અન્ય કપાત કરી ઓછો ભાવ આપવામાં આવે છે અને બીન મંજુરીથી ચાલતા ગોળના કોલાઓ દ્વારા ખેડૂતોનું મજબુરીનો ફાયદો ઉઠાવી શોષણ કરે છે. નામદાર સરકારશ્રીએ સમયકાળ દરમ્યાન કસ્ટોડીયન કમિટી હસ્ત કે આ સુગર હતી, ત્યારે પણ મોટી ખોટ ઉત્પન્ન કરી છે અને કસ્ટોડીયન કમીટીના સમયદરમ્યાન સુગર મિલકતમાં ચોરી થઈ છે જે ૨કમ પણ કરોડોમાં છે. હવે આ ફેકટ્રીને ચાલુ કરવા માટે સરકારશ્રી ૨૦ થી ૨૫ કરોડ ટ્રાયબલ ગ્રાન્ટ અને લિકવીડીટી પેકેજમાંથી ફાળવવામાં આવે એવી આદિવાસી ખેડૂત સમાજ વતી આદિવાસી ખેડૂતોના હિતમાં આપવામાં આવે જેથી સુગર ફરી કાર્યરત થાય અને અનુસૂચિત વિસ્તારના શેરડી પકવતા આદિવાસી ખેડુતોના આર્થિક વિકાસ થાય એવી આદિવાસી ખેડૂત સમાજની માંગ છે.”

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *