શહેરના રખડતા ઢોર ગામડાઓમાં છોડાયા, ઓલપાડમાં ઢોર વધી ગયા
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : છેલ્લા સપ્તાહમાં જ સુરત શહેરમાંથી 250થી વધુ રખડતા પશુઓ પકડી પાલકો સામે NC ગુના મુજબ કાર્યવાહી કરાઇ છે. SMC ટેગધારી પશુઓ ઓલપાડના ગામોમાં મળી રહ્યાં છે. એટલું જ નહીં પશુઓનો ગામોમાં ખતરારૂપ ભરાવો થતાં પાક તેમજ વાહનોને નુકસાની થયાની રાવ નંખાઈ છે.
માર્કેટ વિભાગના સુપ્રિટેન્ડન્ટ દિગ્વિજય રામે કહ્યું કે, છેલ્લા દિવસોમાં જ 250 રખડતા પશુઓ પકડ્યા છે. એપ્રિલથી હાલ સુધીમાં 350 પાલકો સામે NC ગુના મુજબ પોલીસ કાર્યવાહી શરૂ કરાઇ છે. જડબેસલાક કાર્યવાહીના લીધે બિનકાયદે પશુઓને વતન લઇ જવામાં આવી રહ્યાં હોવાનું ધ્યાને આવ્યું છે. તેમણે કહ્યું કે, ડિટેઇન કરેલા પશુ આગામી 3 મહિના સુધી નહીં મળે તેવી ભીતિએ પશુઓનો માઇગ્રેશન વધ્યું છે. સોસાયટીમાં 20 જેટલા ઢોર રખડતા પ્રવેશી ગયાં હતાં. ત્યાં રમતા બાળકો તથા પાર્ક કરેલા વાહનોને નુકશાનની સતત ભીતિ રહે છે. ગયા અઠવાડીએ પશુઓ સાથે દેખાયેલા ઇસમોને પકડ્યા હતાં. તેમણે શહેરમાંથી પશુ લાવ્યા હોવાનું જણાવ્યું હતું પણ ફરીયાદ કોને કરવી? કારણ કે, ગ્રામ પંચાયત કોઈ કામગીરી કરતી ન હોવાથી રહીશો પણ લાચાર છે. > સુરેન્દ્ર સિંહ ઠાકોર, સાયણ