કાળીદાસ હોસ્પિટલ વ્યારા ખાતે મેડીકલ નિદાન અને સારવાર મહાયજ્ઞ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી.એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રીચર્ચ સેન્ટર, વ્યારા સંલગ્ન કાળીદાસ હોસ્પિટલ, વ્યારા, ઇન્ડિયન મેડીકલ અસોસીયેસન, વ્યારા, અને હોમિયોપેથીક મેડીકલ અશોસીયેસન ઓફ ઇંડિયા, વ્યારા યુનિટના સહયોગથી નિદાન અને સારવાર મહાયજ્ઞનું આયોજન તારીખ ૨૬/૦૮/૨૦૨૨ શુક્રવારના રોજ સવારે ૦૯:૩૦ થી બપોરે ૦૧:૩૦ સુધી કાળીદાસ હોસ્પિટલ , વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞને ભવ્ય સફળતા મળી હતી.
આ કેમ્પમાં મુખ્ય અતિથિ એવા વ્યારા ગ્રામ સેવા સમાજના પ્રમુખ શ્રી ગણપતભાઈ ગામીત તેમજ ઉકા તરસાડીયા યુનિવર્સીટીના ઓનોરેબલ વાઈસ ચાન્સેલર ડો. ડી.આર. શાહ અને કેમ્પના મુખ્ય સંકલનકર્તા ડો.મહેશ શુક્લા, ઇન્ડિયન મેડીકલ અસોસીયેસન સુરતના પ્રેસિડેન્ટ ડો. યોગેશભાઈ દેસાઈ અને ઇન્ડીયન રેડક્રોસ, તાપી શાખાના ચેરમેન શ્રી દિનેશભાઈ ભટ્ટ, કોલેજના આચાર્ય ડૉ. જ્યોતી રાવ અને હોમેઓપથિક મેડીકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા, વ્યારા યુનિટના પ્રેસિડેન્ટ ડો. ભાવિન મોદી કાળીદાસ હોસ્પિટલના ફિઝીશયન ડો.કુણાલ કુમારના વરદ હસ્તે દીપ પ્રગટાવી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં વિના મુલ્યે મેડીકલ ચેક – અપ ., શારીરિક તપાસ, બ્લડ સુગર ટેસ્ટ, એક્સ – રે, ઈ.સી.જી., ઇકોકાર્ડીયોગ્રામ વગેરે ૧૦ દિવસ ની દવાઓ સહીત વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ફીઝીશ્યન ડો. કુણાલ કુમાર, ડો.યોગેશભાઈ દેસાઈ અને ડો.મહેશ શુક્લા એ માનદ સેવા આપી હતી.
આ કેમ્પમાં સંપૂર્ણ આયોજન કોલેજના માનદ ડીરેક્ટર ડો. અજયભાઈ દેસાઈ તેમજ કોલેજના પ્રિન્સીપાલ ડો. જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ ડો.વૈશાલી ચૌધરી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.