1.40 લાખ પગાર લેતો GST સુપ્રિન્ટેન્ડન્ટ કચેરીમાં જ 5 હજારની લાંચ લેતા ઝડપાયો
(સુશાંત શીંદે દ્વારા, સુરત) ; -જીએસટીના સુપ્રિટેન્ડન્ટ સુશીલ અગ્રવાલ 5 હજારની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાયો છે. તેનો 1.40 લાખનો માસિક પગાર છે અને નિવૃત્તિના 8 વર્ષ બાકી છે. જીએસટી રીંફડના નાણાં રીલીઝ કરવા તેણે લાંચ માંગી હતી. એસીબીના સ્ટાફે નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે ઓફિસમાંથી સુપ્રિટેન્ડન્ટને લાંચ લેતા રંગેહાથે પકડી પાડતા પસીનો છુટ્ટી ગયો હતો.
એસીબીના સ્ટાફે નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે ઓફિસમાંથી સુપ્રિટેન્ડન્ટને લાંચ લેતા રંગેહાથે પકડી પાડતા પસીનો છુટ્ટી ગયો હતો. નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગની ઓફિસમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા સુશીલ અગ્રવાલ (52) (રહે,સંગીની રેસીડન્સી, પનાસગામ, સિટીલાઇટ મૂળ રહે, રાજસ્થાન) એ ટેક્ષ કન્સલ્ટન્ટ પાસેથી 5 હજારની લાંચ માંગી હતી. કન્સલ્ટન્ટે મિલ માલિકના જીએસટી રીફંડના નાણા મેળવવા પ્રોસેસ કરી હતી. રીંફડના નાણા રીલીઝ કરવા માટે સુપ્રિટેન્ડન્ટે 5 હજારની માંગણી કરી હતી.
આથી ટેક્ષ કન્સલ્ટન્ટે એસીબીમાં ફરિયાદ આપી હતી. સુરત એસીબીના સ્ટાફે ગુરુવારે નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે સુપ્રિટેન્ડન્ટને ઓફિસમાંથી 5 હજારની લાંચમાં પકડી પાડયો હતો. લાંચીયાએ લાંચની રકમ ટેબલના ડ્રોઅરમાં મુકી દીધી હતી.