સુરતમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા ઉપર રેડ, સ્પાના માલિક સહિત ત્રણ મહિલાઓ ઝડપાઈ
(સુશાંત શીંદે દ્વારા, સુરત) -સુરતમાં સ્પાની આર્ડમાં ધમધમતા દેહ વેપારના ધંધા પર છાશવારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી રહી છે. ત્યારે અડાજણના માર્વેલા બિઝનેસ અપના પહેલા મળે ચાલતા દેહ વ્યાપારના ધંધા પર પોલીસે રેડ કરીએ ત્રણ મહિલાઓને ઝડપી લેવામાં આવી હતી. સાથે જ સંચાલકને પણ ઝડપી લેવામાં આવ્યો હતો.
અડાજણ પોલીસ સ્ટેશન હદમાં આવેલા સ્પાના નામે ચાલતા દે વેપારના ધંધા ઉપર રેડ કરવામાં આવી હતી પોલીસને મળેલી બાતમીના આધારે મારવેલા બિઝનેસ હબના પહેલા માળે દુકાન નંબર 117મા આદર્શ મસાજ પાર્લર નામની દુકાનના માલિક પોતાને દુકાનમાં સંચાલક તરીકે વિજયકુમાર રાજેન્દ્રકુમાર દરિયાને રાખ્યો હતો. તેમ જ ત્રણ ભારતીય મહિલાઓને દુકાનમાં રાખી કસ્ટમર અને બોલાવી તેમની પાસે શરીર સુખ માણવાની પૂરી પાડવામાં આવતી હતી.
સ્પાના નામે દેહ વેપારનો ધંધો ચલાવવામાં આવતો હતો. રેડ દરમિયાન પોલીસને 9,000 નો મુદ્દા માલ મળ્યો હતો.તથા સંચાલકને પકડી લેવામાં આવ્યો હતો. દુકાનના મૂળ માલિક નહીં પકડાતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ કામમાં હાજર મળી આવેલી ત્રણ ભારતી મહિલાઓને મુક્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.