ડોલવણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકશ્રી તાપીએ તાપી જીલ્લાનાં નાસતા – ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડવા સુચના આપતા , જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.ઓ.જી. તાપીની સુચના અને માર્ગદર્શન મુજબ આજ રોજ અનાર્મ એ.એસ.આઇ સોમનાથભાઇ સંભાજી તથા હે.કો.દાઉદભાઇ ઠાકોરભાઇ પો.કો.વિપુલભાઇ રમણભાઇ, પો.કો.દિગ્વિજયસિંહ કોદરસિંહ રાઠોડ , પો.કો.ધનંજયભાઇ ઇશ્વરભાઇ સાથે ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અનાર્મ એ.એસ.આઇ સોમનાથભાઇ સંભાજીને મળેલ બાતમી હકિકત આધારે ડોલવણ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૯૨૦૦૫૬૩/૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ – ૬૫ એ – એ , ૮૧,૮૩ મુજબના ગુનાના છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપી ગણેશભાઇ ચીમનભાઇ ગામીત ઉ.વ .૩૧ ધંધો – એ.સી. રીપેરીંગ રહે , રાજપુત ફળીયુ પણદા બારડોલી , રાયમ સુરત તા . બારડોલી જી.સુરતને પકડી પાડવામાં સફળતા મળેલ છે. તથા પકડાયેલ આરોપીની ઉપરોક્ત મુજબના ગુનાના કામે સી.આર.પી.સી કલમ ૪૧ ( ૧ ) આઇ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.
I was very happy to uncover this great site. I need to to thank you for your time for this particularly wonderful read!! I definitely loved every little bit of it and I have you book marked to see new information on your web site.