મુંબઈમાં સૌથી મોટા 21 ફૂટના ‘ગીરગાંવના રાજા’ની જેમ બેગમપુરાના 25 ફૂટના ગણેશજી આકર્ષણનું કેન્દ્ર બનશે

Contact News Publisher

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : કોરોનાના 2 વર્ષ બાદ હવે ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ વખતે સુરતના ગણેશ આયોજકો મુંબઈ સાથે સ્પર્ધા કરવા ઉતરશે. મુંબઈની તર્જ પર સુરતમાં પણ આ વર્ષના ગણેશોત્સવનો માહોલ બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

મુંબઈમાં સૌથી મોટો 21 ફૂટનો ગણપતિ ગીરગાંવના રાજાનો છે, જ્યારે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ સુરત-બેગમપુરામાં 25 ફૂટના ગણપતિની સ્થાપના કરવામાં આવશે! મૂર્તિઓના ફિનિશિંગ માટે મુંબઈથી પણ કારીગરો મંગાવવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત મુંબઈથી બેન્ડ-વાજા, ડ્રમર્સ પણ આવશે. સુરતના ગણેશ મંડળના લોકોનું કહેવું છે કે, આ વખતે લોકોને મુંબઈ જવાની જરૂર નહીં પડે. તેમને હવે માત્ર સુરતમાં જ મુંબઈ જેવું વાતાવરણ મળશે.શહેરના બેથી ત્રણ ગણેશ મંડળો પણ મુંબઈથી મૂર્તિઓ લાવ્યા છે. આ મૂર્તિઓનું ફિનિશિંગ સુરતમાં કરવામાં આવશે, આ સિવાય બંગાળના નિયમિત કારીગરો આ વખતે ત્યાં નથી જેના કારણે સુરતના કારીગરો આ મોટી મૂર્તિઓ બનાવી રહ્યા છે.

About The Author

1 thought on “મુંબઈમાં સૌથી મોટા 21 ફૂટના ‘ગીરગાંવના રાજા’ની જેમ બેગમપુરાના 25 ફૂટના ગણેશજી આકર્ષણનું કેન્દ્ર બનશે

  1. I was very happy to uncover this great site. I need to to thank you for your time for this particularly wonderful read!! I definitely loved every little bit of it and I have you book marked to see new information on your web site.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other