ઉધનાની સોસાયટીમાં મોડી રાત્રે DJ બંધ કરાવવા ગયેલી પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થતા પથ્થરમાર
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : સુરતના ઉધના વિસ્તારમાં ગણપતિ સ્થાપના માટે શ્રીજીની પ્રતિમા સોસાયટીના રહેશો દ્વારા લાવવામાં આવી હતી. દરમિયાન પોલીસ અને સ્થાનિક સોસાયટીના રહીશો વચ્ચે માથાકૂટ થઈ હતી. મોડી રાતે ડીજે વગાડતા પોલીસે બંધ કરાવ્યું હતું. જેથી સ્થાનિકોએ પીસીઆર વાન પર પથ્થરમારો પણ કર્યો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. જોકે, પોલીસે આવી કોઈ ઘટના ન બની હોવાનું કહ્યું હતું અને આ મામલે કોઈ ફરિયાદ પણ ન કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
ગણપતિ મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઘણી સોસાયટીમાં અત્યારથી જ ગણેશ પ્રતિમાઓનું આગમન કરવામાં આવી રહ્યું છે. ઉધના વિસ્તારની સોસાયટીમાં ગઈકાલ રાતે સોસાયટીના રહીશો દ્વારા શ્રીજીની પ્રતિમા પોતાની સોસાયટીમાં લાવવામાં આવી હતી. દરમિયાન ડીજે પણ વગાડવામાં આવી રહ્યું હતું. મોડી રાત સુધી ડીજે વાગતા પોલીસ સોસાયટીમાં પહોંચી ડીજે બંધ કરાવ્યો હતો. દરમિયાન લોકો ઉશ્કેરાયા ગયા હતા. ઉધના પોલીસની પીસીઆર વાનને સોસાયટીમાંથી બહાર કઢાવી હતી તો કેટલાક સ્થાનિક લોકોએ પીસીઆર વાન ઉપર પથ્થર મારતા હોય તે પ્રકારનો વીડિયો પણ વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે PCR વાન ઉપર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે.