પર્યાવણ-શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર યુવાઓને યુથ એવોર્ડ અપાશે
૧૦ ડિસેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાજય સરકારના રમતગમત,યુવા અને સાસંકૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન,જળબચાઓ, પ્રદૂષણ નિવારણ, વૃક્ષારોપણ, વનીકરણ, બાળપોષણ,પુખ્તશિક્ષણ,ઉર્જા નવિનીકરણ તથા સરકાર અને સમુદાયમાટે ઉતમ કામગીરી કરનાર યુવાનનું રાજય સરકાર બહુમાન કરશે.
રાજય સરકારના રમતગમત,યુવા અને સાસંકૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા યુવાનોને પ્રોત્સાહન આપવા માટે રાજય યુથ એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે. જેમાં 21 થી 29 વયના યુવક-યુવતીઓ અરજી કરી શકશે. આ એવોર્ડ જુદા જુદા ક્ષેત્રમાં સતત વિકાસ માટે યોગદાન આપનારને એવોર્ડ આપવામાં આવશે.જેમાંસ્વચ્છભારતઅભિયાન,જળબચાઓ,પ્રદૂષણનિવારણ,વૃક્ષારોપણ,વનીકરણ,બાળપોષણ ,પુખ્ત શિક્ષણ,ઉર્જા નવિનીકરણ સહિતના ક્ષેત્રે યોગદાન આપ્યું હોય તે તા.૧૦/૧૨/૨૦૧૯ સુધીમાં પોતાનું નામ,સરનામું,મોબાઈલ નંબર,જન્મ તારીખના દાખલાની ઝેરોક્ષ, અને તેમણે કરેલ કામગીરીની વિગત વધુમાં વધુ પાંચ પાનામાં,ફોટો અને બાયોડેટા સાથે અરજી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, બ્લોક નં.૬ પહેલો માળ,સેવા સદન, પાનવાડી ,વ્યારા-તાપીને પહોંચાડવા તથા વધુ વિગતો માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીત, મો.૯૯૭૮૩૨૧૨૪૯ નો સંપર્ક કરવા જણાવાયું છે.