તાપી જિલ્લાનું ગૌરવ : કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ડો. સ્મિત રમેશ લેન્ડેની પશુ સમૃદ્ધિ ઈન્ડિયા એવાર્ડ ૨૦૨૨ અંતર્ગત બેસ્ટ એકવાકલ્ચર પ્રોફેશનલ માટે પસંદગી
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.22: પશુ સમૃદ્ધિ ઈન્ડિયા એવાર્ડ ૨૦૨૨ અંતર્ગત બેસ્ટ એકવાકલ્ચર પ્રોફેશનલ માટે સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર ખાતે ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા ડો. સ્મિત રમેશ લેન્ડેની પસંદગી કરવા આવેલ છે. ડો. સ્મિત રમેશ લેન્ડે જળચર ઉછેર વિષયમાં પીએચડી મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલય કામધેનુ યુનિવર્સિટી વેરાવળ ખાતેથી પ્રાપ્ત કરેલ છે. તેમના દ્વારા ફિશ DNA ઉપર સંશોધન કરી રાષ્ટ્ર કક્ષાએ ૨૦ જેટલા સંશોધન લેખ પ્રસિદ્ધ કરેલ છે. મત્સ્ય પાલન ક્ષેત્રે વિસ્તરણ શિક્ષણ માટે અમૂલ્ય કામગીરી કરી છે. એમના દ્વારા આજદિન સુધી તાપી વિસ્તારમાં મત્સ્યપાલન ક્ષેત્રે કામ કરતાં આદિવાસી ભાઈઓ તેમજ બહેનો માટે કુલ ૧૭ જેટલી તાલીમો યોજવામાં આવેલ છે.
0000000000000