કુકરમુંડા તાલુકાની પ્રાથમિક શાળા ઝૂમકટીમાં ૧૫મી ઓગષ્ટની સ્વતંત્રતા દિવસની ઉજવણી

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : ૭૬માં સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાની પ્રાથમિક શાળા ઝૂમકટીમાં ૧૫મી ઓગષ્ટની સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. પ્રાથમિક શાળા ઝૂમકટીના ધોરણ-૩ની વિદ્યાર્થીની આરાધ્યા વળવીએ જવાનો કેવી રીતે દેશની સેવા કરે છે. દેશની સેવા માટે જવાનો બોર્ડર પર દેશની રક્ષા માટે એમનું જીવન કેવી રીતે દેશ માટે બલિદાન કરે છે. તેનું વક્તવ્ય રજૂ કર્યું હતું. તિરંગા લહેરયગે! ભક્તિ ગીત ગુન ગુનાયેંગે! વાદા કરતે હે ઇસ દેશ કો સબસે પ્યારા દેશ હમારા બનાયેંગે! આઝાદી કા મતલબ વહી સમજ સકતા હે જિસને ગુલામી કી હો! હમ સબ ભાગ્યશાલી હે કે હમે સ્વતંત્ર ભારતદેશ મિલા હે! જબ એક નૌજવાન દેશ કી રક્ષા કે લિયે બોર્ડર પે જાતા હે તબ ઉનકેમાં બાપ કા કઈક સપને નૌજવાન દિલ મે લે જાતા હે, પર જબ આતંકવાદી કે હમલા હોતા હે ઔર નૌજવાન શહીદ હોતા હે તબ પતા હે ક્યાં હોતા હે ધરતીમાતા કા સીના ફટ જાતા હે રૂ કાપ જાતી હે. ઔર શહીદ જવાનો કે બુઢે માં બાપ ચકના ચૂર હો જાતે હે, જબ એક જવાન શહીદ હો જાતા હે તબ એક પરિવાર નહીં રોતા હે પુરા ભારત દેશ રોતા હે, હર નાગરિક રોતા હે.

આરાધ્યાએ વિરજવાનોની એવું દેશભક્તિ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું કે દરેક નાગરિકના આંખમાં આસુ આવી ગયા હતા. તેમજ શાળાના વિદ્યાર્થીઓ દેશભક્તિ ગીતો અને નારા બાજી કરી ધૂમધામથી ૧૫મી ઓગષ્ટની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કુકરમુંડા તાલુકાના જનરલ નોલેજના ડિરેક્ટર ઈશ્વરભાઈ પાડવી, અમૃતભાઈ (ગુરુજી ), અનિલભાઈ કરમસિંગ વસાવા, કિશોરભાઈ બાજીરાવ પાડવી, ટેડગયાભાઈ પાડવી, રૂસ્તામભાઈ વળવી, જગદીશભાઈ પાડવી અને ગામના આગેવાનો તથા શાળાના તમામ શિક્ષકો હાજર રહ્યા હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other