આશ્રમશાળા, સરકુવા ખાતે આઝદી કા અમ્રુત મહોત્સવ અતર્ગત હર ઘર તિરંગાની ભવ્ય ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકાના સરકુવા ગામમાં આવેલ ગ્રામ સેવા સમાજ વ્યારા સંચાલિત સાધના આશ્રમશાળા સરકુવામાં હર ઘર તિરંગા ની ભવ્ય ઉજવણીકરવામાં આવી.
આઝાદી કા અમ્રુત મહોત્સવ અતર્ગત અધિક્ષક, નશાબંધી અને આબકારી – તાપી અને સાધના આશ્રમશાળા સરકુવાના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જે રીતે ભારતભરમાં આઝાદી કા અમ્રુત મહોત્સવ અતર્ગત વિવિધ કાર્યક્રમો થાય છે એમ આશ્રમશાળા સરકુવાના બાળકો, શિક્ષકગણની ઉપસ્થિતિમાં સરકુવા ગામમાં રેલી કાઢવામાં આવી. બાળકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રિય ભાવનાને ઉજાગર કરવા આશ્રમશાળાના આચાર્યશ્રી સમીરભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ધર્મેશભાઇ, રેખાબેન, અનુબેન અને પ્રગ્નેશભાઇએ રેલીનું સુંદર આયોજન કર્યું હતુ. પ્રસંગને અનુરુપ શ્રી યોગેશભાઇ પટેલ, પ્રમુખ, ગુરુક્રુપા સેવામય ટ્ર્સ્ટ, વ્યારા અને તાપી જિલ્લા કોઓર્ડીનેટર “ગીર” ફાઉંડેશન ગાંધીનગરના એ પ્રાસંગિક ઉદ્બબોધન કર્યું હ્તું.
આ કાર્યક્રમ મા નશાબંધી અને આબકારી – તાપીની કચેરીના જમાદાર હસમુખભાઇ ચૌધરી તથા સ્ટાફ દ્વારા આશ્રમશાળાના તમામ બાળકોને કાગળના ધ્વજ તથા અલ્પાહાર આપવામાં આવ્યો હ્તો. સમાજ્ના તમામ લોકોની સુખાકારી માટે અને તમામનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે આ પ્રસંગે હાજર રહેલ તમામ લોકોને નશા મુક્ત રહેવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. અને પોતાના સગા સંબંધીઓ તથા અન્ય લોકોને પણ નશાથી દૂર રાખવા માર્ગદર્શન આપ્યું હતું.