કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્વારા ડિજિટલ ઈન્ડિયા અભિયાન અંતર્ગત e-ખેતી માહિતી સ્વરૂપે કૃષિલક્ષી માહિતીના QR કોડ વિકસાવવામાં આવ્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર ખાતે ડૉ. સી. ડી. પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાના માર્ગદર્શન હેઠળ વિસ્તરણ શિક્ષણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ. અર્પિત જે. ઢોડિયા દ્વારા કૃષિલક્ષી માહિતીના QR (Quick Response) કોડ વિકસાવવામાં આવ્યા હતા. તા. ૧૭/૦૮/૨૦૨૨ ના રોજ જિલ્લા પંચાયત તાપીની સામાન્ય સભાની બેઠક શ્રી સુરજભાઈ વસાવા, માન. જિલ્લા પંચાયત પ્રમુખ, તાપીના અધ્યક્ષ સ્થાને માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. ડી. ડી. કાપડિયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. સદર કાર્યક્રમમાં કૃષિલક્ષી માહિતીના QR (Quick Response) કોડનું વિમોચન શ્રી સુરજભાઈ વસાવા, માન. જિલ્લા પંચાયત પ્રમુખ, તાપી અને માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. ડી. ડી. કાપડિયા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ડૉ. અર્પિત જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) દ્વારા કૃષિલક્ષી માહિતીના QR (Quick Response) કોડની અગત્યતા વિશે સમજાવી ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીશ્રીઓને પ્રેઝન્ટેશન અને લાઈવ ડેમોસ્ટ્રેશન આપી QR કોડ સ્કેન કરી કૃષિલક્ષી માહિતી કઈ રીતે મેળવી શકાય એ વિશે અવગત કર્યા હતા. માન. જિલ્લા વિકાસ અધિકરીશ્રી ડૉ. ડી. ડી. કાપડિયા દ્વારા જિલ્લા ખેતીવાડી વિભાગ અને આત્મા તાપીના સહયોગથી આ કૃષિલક્ષી માહિતીના QR (Quick Response) કોડના ડિસ્પ્લે બેનર તાપી જિલ્લાની દરેક ગ્રામપંચાયતમાં લગાવવા સૂચવવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં જિલ્લા પંચાયત તાપીના પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, ઉપપ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ જિલ્લા ખેતીવાડી વિભાગ, આત્મા તાપી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.