આગામી તા.૮મીએ યોજાનાર ગૌણ સેવાની પરીક્ષા સંદર્ભે વ્યારા ખાતે બેઠક યોજાઇ
તાપી જિલ્લામાં ૨૨ કેન્દ્રો મારફત ૫૯૨૯ ઉમેદવારો પરીક્ષા આપશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આગામી તા.૦૮-૧૨-૧૯ના રોજ ૧૧:૦૦ થી ૧૩:૦૦ કલાક દરમિયાન સમગ્ર રાજયની જેમ તાપી જિલ્લામાં પણ ૨૨ કેન્દ્રો ખાતે યોજાનાર ગૌણ સેવાની નાયબ મામલતદાર/ના.સેક્શન અધિકારી વર્ગ-૩ની પરીક્ષા સંદર્ભે અધિક નિવાસી કલેકટર બી.બી.વહોનીયાની અધ્યક્ષતામાં સંચાલન અને આયોજન અંગે બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં અધિક કલેક્ટર વહોનીયાએ જણાવ્યુ કે, તાપી જિલ્લામાં યોજાનાર આ સ્પર્ધાત્મક પરીક્ષાના સુચારૂ સંચાલન માટે આયોગના પ્રતિનીધીઓ, સંચાલકો, સુપરવાઝરો, તકેદારી અધિકારીઓ સહિત આનુસંગિક સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. અધિકારીઓને સોંપવામાં આવેલ વિશેષ જવાદારીઓ બાબતે જરૂરી માર્ગદર્શન આપી કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. તેમણે સબંધિત અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણિકતાથી નિભાવવાનું જણાવી પરીક્ષા મુકત, ન્યાયી વાતાવરણમાં યોજાઇ એ માટે પરસ્પર સંકલન અને સહયોગથી કામગીરી કરવાનું જણાવી આયોગ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરી હતી. તેમણે પરીક્ષા ખંડમાં કોઇ પણ ઉમેદવાર કેલ્ક્યુલેટર, મોબાઇલ/સેલ્યુલર ફોન કે અન્ય કોઇ ઇલેકટ્રોનિક સાધનો લઇ જઇ શકશે નહિં એમ પણ જણાવ્યું હતું.
અધિક કલેકટર વહોનિયાએ વધુમાં તાપી જિલ્લામાં ગૌણ સેવા મંડળ દ્વારા જિલ્લામાં ૨૨ કેન્દ્રો ખાતે ૨૪૮ બ્લોક નકકી કરવામાં આવ્યા છે. જિલ્લાના ૫૯૨૯ઉમેદવારો આ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે. તેમ જણાવી આ પરીક્ષાના સુચારૂ સંચાલન માટે નિમવામાં આવેલા આયોગના પ્રતિનિધિઓ, કેન્દ્ર સંચાલકો, નાયબ કો-ઓર્ડિનેટરો, તકેદારી સુપરવાઇઝરો, સુપરવાઇઝરો માટે આયોગ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શક સૂચનાઓ અંગે તેમણે વિગતે જાણકારી આપી હતી.