હવે રેશન કાર્ડ ધારકો કોઈપણ સ્થળેથી અનાજનો જથ્થો મેળવી શકશે
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલની અખબારી યાદી મુજબ ભારત સરકારની સુચનાનુસાર રાજ્યમાં જુલાઈ-૨૦૧૮થી ઈન્ટર સ્ટેટ પોર્ટાબીલીટીનો અમલ કરવામાં આવેલ છે. જે અન્વયે ઓગસ્ટ-૧૯થી ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્ય વચ્ચે ઈન્ટર સ્ટેટ પોર્ટાબીલીટી/નેશનલ લેવલ પોર્ટાબીલીટી લાગુ થયેલ છે. જે અંતર્ગત એન.એફ.એસ.એક્ટ-૨૦૧૩ અન્વયે સમાવિષ્ટ અને ગુજરાતમાં વસતા રેશનકાર્ડ ધારક લાભાર્થીઓ મહારાષ્ટ્રમાંથી તથા મહારાષ્ટ્રમાં વસતા ગુજરાતના કાર્ડ ધારક લાભાર્થીઓ સ્થાનિક કક્ષાએ વ્યાજબી ભાવની દુકાનેથી આ યોજના હેઠળ મળવા પાત્ર અનાજનો જથ્થો મેળવી શકશે.