તાપી જીલ્લાની આશા વર્કર બહેનોએ વિવિધ માંગણીઓ મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાની આશા વર્કર બહેનોએ વિવિધ માંગણીઓ કરતુ આવેદનપત્ર આજરોજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી તાપી તેમજ વ્યારા તાલુકા હેલ્થ ઓફિસરને આપી માંગણીઓ બાબતે ઘટતુ કરી ભલામણ કરી આપવા જણાવ્યુ હતુ.
તાપી જીલ્લાની આશા વર્કર બહેનોએ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી તાપી તેમજ વ્યારા તાલુકા હેલ્થ ઓફિસરને પોતાની નીચે મુજબ માંગણીઓ હલ કરવા બાબતે આવેદનપત્ર આપ્યું હતુ. જે માંગણીઓ નીચે મુજબ છે. ( ૧ ) ફાઈલરીયા પ્રોગ્રામમાં માપ : ઉચાઈ પ્રમાણે દવા રૂબરૂમાં પીવડાવવાની છે. અતિ ભારે કામગીરી હોવાથી માટે તમો તાપી જીલ્લા આશા વર્કર બહેનોને એક લાભાર્થી બહેન દીઠ રૂા. ર૦ – નકકી કરી આપવા બાબત. ( ૨ ) ફાઈલેરીયા પ્રોગ્રામમાં આ વખતે 3 દિવસના બદલે ૧૦ દિવસની કામગીરી સોંપવામાં આવી છ. આ ૯ અને ૧૦ રેગ્યુલર સવારે રાઉન્ડ 8 – 0 કલાકથી સાજે 5 કલાક સુધી કામગીરી કરવાની હોય છે, તેમાં પહેલા દિવસમાં કેટલું મહેનતાણું આપવામાં આવશે, તે બાબતમાં હજુ નકકી કરવામાં આવેલ નથી. અમો આવા વર્કર બહેનોને પર દિવસે રૂા. ૩૨૦/ – લેખે મહેનતાણું નકકી કરી આપવા બાબત. ( ૩ ) બાકીના ૭ દિવસ મૌકુફ રાઉન્ડ કરવા હોવાથી અમો આશા વર્કર બહેનોને પરવડે તેમ નથી માટે આપ સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે તમો આશા વર્કર બહેનોની કામગીરી આ માંગણીઓ સ્વીકારવો નમ્રભરી વિનંતી છે. (4) શાળા આરોગ્ય કાર્યક્રમમાં દરેક સ્કૂલમાં આશા વર્કર બહેનોને બાળકની ઉંચાઈ, વજન તથા ડી.પી.ટી. ઈન્જેકશનના ડ્રોપ હરરોજ આપવાની કામગીરીમાં મદદરૂપ થાય છે. તેનુ આજદિન સુધી નુ મહેનતાણુ ચુકવવામાં આવ્યુ નથી. તે રાજ્ય કક્ષાએથી મંજૂર કરાવી આપવા બાબત.