તાપી ડી.ડી.ઓ. નેહા સિંગ દ્વારા મિશન ઈન્દ્રધનુષ સેશનની મુલાકાત લેવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ સુદ્રઢ કરવા મિશન ઈન્દ્રધનુષ ૨.૦ રાઉન્ડ દ્વારા ૨ વર્ષ સુધીના અરક્ષિત બાળકો અને અરક્ષિત સગર્ભાઓને રસીકરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત ગુજરાતના ૨૯ જીલ્લાને મિશન ઈન્દ્રધનુષ રસીકરણ કાર્યક્રમ માટે પસંદ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ ૨જી ડિસેમ્બરથી એક અઠવાડિયા દરમ્યાન ચાલનાર છે મિશન ઈન્દ્રધનુષ સેશન જીલ્લાના અલગ – અલગ સ્થળે આયોજીત કરવામાં આવેલ હતા જેની જીલ્લાકક્ષાના અધિકારીશ્રીઓ દ્વારા ઘનિષ્ઠ સુપરવિઝનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તાપી જીલ્લાના જીલ્લા વિકાસ અધિકારી નેહા સિંગ દ્વારા અંધારીવાડી નજીક વિસ્તારના સેશનની મુલાકાત કરી સમગ્ર કાર્યક્રમનો રીવ્યુ કરવામાં આવ્યો હતો અને તમામ અરક્ષિત બાળકો અને અરક્ષિત સગર્ભાઓને રક્ષિત કરવા સુચન કર્યું હતું. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો . હર્ષદ બી . પટેલ અને જીલ્લા આર.સી.એચ. અધિકારી ડો. બિનેશ ગામીત દ્વારા સમગ્ર કાર્યક્રમનું મોનીટરીંગ અને સુપરવિઝન કરવામાં આવ્યું હતું. રાઉન્ડના પ્રથમ દિવસે ૩૦ સેશન હેઠળ કુલ ૮૧ અરક્ષિત બાળકો અને ૧૭ અરક્ષિત સગર્ભાઓને રસીકરણ કરવામાં આવ્યું હતું .