નવસારી જીલ્લાનાં ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. તાપી
(પ્રતિનિધ દ્વા . સ અધિક્ષકશ્રી તાપીનાઓએ તાપી જીલ્લાનાં નાસતા – ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડવા સુચના આપેલ હોય , જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.ઓ.જી. તાપીની સુચના અને માર્ગદર્શન મુજબ આજ રોજ અનાર્મ હે.કો . દાઉદભાઇ ઠાકોરભાઇ તથા પો.કો.વિપુલભાઇ રમણભાઇ, પો.કો.દિગ્વિજયસિંહ કોદરસિંહ રાઠોડ, પો.કો.ધનંજયભાઇ ઇશ્વરભાઇના સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો.દિગ્વિજયસિંહ કોદરસિંહ રાઠોડ , પો.કો.ધનંજયભાઇ ઇશ્વરભાઇને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે નવસારી જીલ્લાનાં ચીખલી પોલીસ સ્ટેશન ફ . ગુ.ર.નં. ૧૧૪/૨૦૧૧ ઇ.પી.કો. ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના ગુનાના છેલ્લા ૧૧ વર્ષથી નાસ્તા ફરતા આરોપી દીલીપભાઇ મનુભાઇ ચૌધરી ઉ.વ .૪૮ રહે , આંબીયા માજી સરપંચ ફળીયુ તા.વ્યારા જી.તાપીનાને પકડી પાડવામાં સફળતા મળેલ છે. તથા પકડાયેલ આરોપીની ઉપરોક્ત મુજબના ગુનાના કામે સી.આર.પી.સી કલમ ૪૧ ( ૧ ) આઇ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.