વ્યારા નગરપાલિકાના બાગ અને સામાજિક વનીકરણ સમિતિ દ્વારા દંડકશ્રી સંજયભાઇ સોનીની અધ્યક્ષતામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ ૩૦મી જુલાઇના રોજ વ્યારા નગરપાલિકાના બાગ અને સામાજિક વનીકરણ સમિતિ દ્વારા વોર્ડ નં. 2 તથા વોર્ડ નંબર 7 મા પાલિકાના દંડકશ્રી સંજયભાઇ સોનીની અધ્યક્ષતા મા વૃક્ષારોપણનો કાર્યક્રમ કુંભારવાડા આંગણવાડી નજીક રાખવામાં આવેલ જેમા ફ્ળાવ વૃક્ષો કે જેવા આંબળા, જમરૂખ, બદામ, નાળિયેરી વિગેરે તથા આસોપાલો, કદમ, સપ્તપાણી, ગોલમહોર વિગેરે ૫૧ વૃક્ષોનુ રોપણ કરવામા આવ્યુ.
આ કાર્યક્રમમા નગરપાલિકા ના પ્રમુખશ્રી સેજલબેન રાણા, સભ્યશ્રીઓ જમનાબેન બિરાડે, નીલાબેન પ્રજાપતિ, નીમિશાબેન તરસાડીયા, મૃણાલ જોશી, પરેશ મીઠાવાળા, દુગાબેન ગામીત તથા ચંદુભાઇ પ્રજાપતી, હેમંત તરસાડીયા, નાનાભાઈ બિરાડે, મનીષાબેન દેસાઇ, આશાબેન ગામીત, સુરેશ ભાઈ સાલવે,સંજયભાઈ રાણા અને યુવા મોચાના કાર્યકર્તાઓ તથા બાગ વિભાગના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
