તાપી : વંદે ગુજરાત વિકાસ યાત્રા વાજતે ગાજતે સોનગઢ તાલુકાના ભીમપુરા તેમજ મોટી ખેરવણ મુકામે આવી પહોંચી
(માહિતી બ્યુરો,વ્યારા -તાપી):તા-૧૯: તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના નાયબ મામલતદારના અધ્યક્ષસ્થાને ભીમપુરા પ્રાથમિક શાળા ખાતે તેમજ સાંજે સોનગઢ તાલુકામાં મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને મોટી ખેરવણ પ્રાથમિક શાળા ખાતે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’’ નો કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાતના 20 વર્ષોના વિકાસની ગાથા સાથે, અનેકવિધ પ્રવૃત્તિઓ લઈને ભુરીવેલ, ઉકાઈ સિંગલખાય પાથરડા વાડી ભેંસરોટ, તેમજ મોટી ખેરવણ,નાની ખેરવણ ,પીપળકુવા, સીંગાપુર,બોરીસાવર ગામે પહોંચી હતી. જ્યાં ગ્રામજનો દ્વારા વિકાસરથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારશ્રીની 20 વર્ષની વિકાસયાત્રાના ભાગરૂપે સોનગઢ તાલુકાના ગામેગામ ભ્રમણ કરી રહેલી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ થકી જે તે ગામોમાં જઈ સરકારની વિકાસલક્ષી યોજનાની જાણકારી અને સાફલ્ય ગાથાઓની ઝાંખી દર્શાવતી શોર્ટ-ફિલ્મો નું નિદર્શન કરી દરેક ગામોમાં લાભાર્થીઓને વિવિધ યોજનાકિય સહાયનું વિતરણ, વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સહિત વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.
સોનગઢ તાલુકાના વિસ્તારમાં ફરી રહેલી વંદે ગુજરાત વિકાસ યાત્રાએ લોકોને સરકારની યોજનાના લાભોની માહિતી પહોંચતી કરી હતી. વિકાસ યાત્રાના રથ પર એલઈડી સ્ક્રીન દ્વારા લોકોને સરકારની આર્થિક સહાયથી પગભર થયેલા લોકોની ગાથા પણ રજૂ કરાઈ હતી. વિકાસ રથ યાત્રાનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
વધુમાં આ કાર્યક્રમ દરમિયાન નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા માન્ય દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર સુરત તાપી જિલ્લાના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ ગ્રાહક સુરક્ષા જાગૃતિ માટેની પ્રચાર પત્રિકાનુ વિતરણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે માજી સરપંચશ્રી, વહીવટદાર ઉકાઈ જુથ પંચાયતશ્રી, આરોગ્ય ખાતાના કર્મચારીઓ સીડીપીઓશ્રી, તાલુકા પંચાયત સભ્યો, જંગલ ખાતાના કર્મચારીઓ, શાળાના શિક્ષક ગણ, આંગણવાડીની બહેનો તથા શાળાના બાળકો ઉપસ્થિત રહી વિકાસ રથને ઉત્સાહભેર આવકારી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦