તાપી જિલ્લા જાહેર જનતા જોગ : યુવા ઉત્સવ ૨૦૨૨-૨૩ : તાપી જિલ્લામાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગોમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે

Contact News Publisher

 ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથમાં ૧૫ થી ૨૦ વર્ષે “અ” વિભાગ, ૨૦ થી ૨૯ વર્ષે “બ” વિભાગ અને ૧૫ થી ૨૯ વર્ષ ખુલ્લો વિભાગ તરીકે યોજાશે.
……………………..
આગામી ૦૫ ઓગસ્ટ-૨૦૨૨ સુધી એન્ટ્રીઓ મોકલવી
……………………..
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી), તા.૧૮ :રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી તાપી દ્વારા સંચાલિત યુવા-ઉત્સવ ૨૦૨૨-૨૩ યોજાનાર છે. ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથમાં ત્રણ વિભાગ રહેશે. જેમાં ૧૫ થી ૨૦ વર્ષ “અ” વિભાગ, ૨૦ થી ૨૯ વર્ષ “બ” વિભાગ અને ૧૫ થી ૨૯ વર્ષ ખુલ્લો વિભાગ તરીકે યોજાશે.
*બોક્સ-1*
યુવા ઉત્સવમાં યોજનાર સ્પર્ધાઓમાં સાહિત્ય વિભાગમાં વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પાદપૂર્તિ, ગઝલ – શાયરી લેખન, કાવ્ય લેખન, દોહા છંદ ચૌપાઈ, લોકવાર્તા. કલા વિભાગમાં સર્જનાત્મક કારીગરી, ચિત્ર કલા અને સાંસ્કૃતિક વિભાગમાં લગ્ન ગીત, હળવું કંઠ્‍ય સંગીત, લોકવાદ્ય સંગીત, ભજન, સમૂહ ગીત, એકપાત્રીય અભિનય જેવી સ્પર્ધાઓ યોજાશે.
આ ઉપરાંત ઓનલાઇન યોજાનાર સ્પર્ધાઓમાં લોક નૃત્ય, લોક ગીત, એકાંકી (હિન્‍દી/અંગ્રેજી), શાસ્ત્રીય કંઠ્‍ય સંગીત, કર્ણાટકી સંગીત, સિતાર, વાંસળી, તબલા, વીણાં, મૃદંગમ, હાર્મોનિયમ (હળવું), ગિટાર, શાસ્ત્રીય નૃત્ય – ભરતનાટ્‍યમ, શાસ્ત્રીય નૃત્ય – મણીપુરી, શાસ્ત્રીય નૃત્ય – ઓડીસી, શાસ્ત્રીય નૃત્ય – કથ્થક, શાસ્ત્રીય નૃત્ય – કુચીપુડી, શીઘ્ર વકૃત્વ – (હિન્‍દી/અંગ્રેજી) સ્પર્ધાઓ ઓન લાઈન થવાની હોય ઉમેદવારે એન્‍ટ્રી D V D / Pen D rive થી મોકલવાની રહેશે.
આ ઉત્સવમાં તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, પ્રદેશ કક્ષા, રાજ્ય કક્ષા સ્પર્ધાના સ્તર રહેશે. આ યુવા ઉત્સવમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાના નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્‍મ તારીખ અને ઉંમર, સ્પર્ધાનું નામ તથા ઈ-મેઈલ આઈ.ડી. લખી તથા આધારકાર્ડની નકલ સાથે રાખી આગામી તા.૦૫/૦૮/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમતગમત કચેરી C/O જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા સેવા સદન, બ્લોક નં-૬, પ્રથમ માળ તાપી ખાતે જમાં કરાવાના રહેશે. નોંધનીય છે કે તા.૦૫/૦૮/૨૦૨૨ પછી આવનાર એન્‍ટ્રી સ્વીકાર્ય રહેશે નહીં એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વ્યારા જિ.તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other