શ્રાવણ માસ પહેલા તાપી એલ.સી.બી. હરકતમાં ડોલવણ અંધારવાડી દુર ગામેથી જુગારીયાઓ ઝબ્બે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી , સુરત વિભાગ , સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી , તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર / મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવાની સુચના મુજબ.
( ૧ ) આજરોજ શ્રી વાય.એસ. શિરસાટ , પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી – વ્યારા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમા ખાનગી વાહનમા પ્રોહી / જુગાર અંગેની રેઇડમાં નિકળેલ હતા તે દરમ્યાન અ.હે.કો.ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો.રોનકભાઇ સ્ટીવન્સન નાઓને સંયુક્ત મળેલ ખાનગી બાતમી આધારે મોજે અંધારવાડીદુર ગામે મહાદેવ ફળીયામાં આવેલ મહાદેવના મંદિરના બહારના ભાગે ઓટલા ઉપર તા.ડોલવણ જી.તાપી ખાતે જાહેરમાં ગંજી પાનાનો જુગાર રમતા આરોપીઓ- ( ૧ ) ઇમાનુએલભાઈ બચુભાઈ ગામીત ઉ.વ .૨૭ ધંધો , ખેતી રહે.અંધારવાડીદુર મહાદેવ ફળીયુ તા.ડોલવણ જી.તાપી ( ર ) વિજયભાઈ શંકરભાઈ ગામીત ઉ.વ .૪૨ ધંધો.ખેતી રહે.પલાસીયા ગામ વચલુ ફળીયુ તા.ડોલવણ જી.તાપી ( 3 ) નિકુંજભાઈ કમલેશભાઈ ગામીત ઉ.વ .૨૪ ધંધો.ખેતી રહે.અંધારવાડીદુર મહાદેવ ફળીયુ તા.ડોલવણ જી.તાપી ( ૪ ) જીતેંદ્રભાઈ લલ્લુભાઈ ગામીત ઉ.વ .૪૦ ધંધો.ખેતી રહે.અંધારવાડીદુર મહાદેવ ફળીયુ તા.ડોલવણ જી.તાપીને જુગારના રોકડા રૂપીયા ૧૨,૬૫૦ / – તથા જુગારના સાધનો સાથે પકડી પાડી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં જુગારધારા કલમ -૧૨ મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ ડોલવણ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ : શ્રી વાય.એસ. શિરસાટ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એ.એસ.આઇ. ચેતનભાઇ ગજાભાઇ તથા અ.હે.કો.ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો. વિનોદભાઈ પ્રત્તાપભાઈ તથા પો.કો.વિનોદભાઇ ગોકળભાઇ તથા પો.કો.બ્રીજરાજસિંહ રસિકસિંહએ કામગીરી કરેલ છે.