કુકરમુંડાના બાલંબા ગૃપ ગ્રામપંચાયતનાં લોકો અન્યાય બાબતે લડી લેવાનાં મૂડમાં

Contact News Publisher

સરકારી સહાય આપવામાં લોકોને બાકાત રખાયા : ફક્ત મળતિયાઓને જ લાભ અપાય છે

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : કુકરમુંડા તાલુકાના ગૃપ ગ્રામપંચાયત બાલંબાના બેજ ગામની અનેક સમસ્યાઓને લઇને તારીખ: 28/11/19ની રોજે કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારીને ભીલીસ્થાન ટાઇગર સેનાના નેજા હઠેળ ગ્રામજનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.
આવેદન પત્ર આપ્યા બાદ ગ્રામજનોએ ગુજરાત રક્ષા સાથે વાતચીતમા જણાવ્યુ હતુ કે, ગૃપ ગ્રામપંચાયત બાલાંબામાં સમાવેશ થતા ગામો મૌવલીપડા, આમોદા, બેજમાં વ્યકિતગત યોજના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સરપંચ, તલાટી અને ગ્રામ સેવકએ ગૃપ ગ્રામપંચાયત બાલાંબા, મૌવલીપાડા, આમોદા અને બેજમાં વ્યક્તિગતયોજના પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સરવે કરવામાં આવ્યો હતો, જ્યારે ગ્રામ સભાના ઠરાવમાં ફક્ત બેજમાં 66 લોકોના નામો દશાઁવામાં આવેલ છે. સરપંચ, તલાટી અને ગ્રામસેવક ગામમાં ઘર ઘર ફરીને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સરવે કયૉ હતો તેમા શું જોયને સરવે કરાયો હતો ? સરકારશ્રીએ એટલી બધી ગ્રાંટ આપે છે, ગૃપ ગ્રામપંચાયને જેટલા પણ ગામો સામવેશ થયેલ હોય તે ગામોને ડેવલામેન્ટ કરવા માટે આપવામાં આવે છે. પણ હાલમા એવું થતું નથી. પહેલે તો સરપંચ પોતાનું જ ડેવલામેન્ટ કરવા માંગે છે. હકિકતમાં ગૃપ ગ્રામપંચાયતમાં 5થી6 હજારની વસ્તી ધરાવે છે. અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 174 કુટુંબના નામો સરવેની યાદીમાં દશૉવામાં આવેલ છે. તે નામો સરપંચના કુટુંબ અને સગા સબંધીનાં છે. તે પ્રશાસન પર સવાલ ઉઠે છે. 6 હજારની વસ્તી ધરાવતી હોય અને 174ના પ્રધાનમંત્રી આવાસ યોજનાની સરવેની યાદીમાં એટલા નામો ચડ્યા હોય તો પછી સરપંચ પક્ષપાત રાખીને ગરીબ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના સરવે કરેલી યાદીમાંથી કેમ બાકાત રાખવામાં આવે છે ? અને સ્વચ્છ ભારત મિશન અંતગૅત ઘર ઘર શૌચાલયોની યોજના પણ ગૃપ ગ્રામપંચાયત બાલાંબામાં આવેલ હતી. આ શૌચાલય યોજનામાં પણ અડધા લોકોને બાકાત રાખવામાં આવેલ છે. મનરેગા(કેટલશેડ) યોજનામાં પણ લોકોને લાભો આપવામાં આવ્યા નથી. આશરે 5થી6 વષૅ પહેલા પાણી પુરવઠાની યોજનામાંથી પિવાના પાણીની ટાંકી અને પાઇપ લાઇન કરવામાં આવી હતી. પાણીની ટાંકી અને પાઇપ લાઇન અને નળ કનેકશન ઘર ઘરમાં કરવામાં આવી હતી. પણ આ યોજના ફકત બિલ પાસ કરવા માટે જ હતી. કેમ કે ગ્રામજનોને આજ દિન સુધી ટાંકીમાં પાણી પણ જોવા મળ્યુ નથી અને ગામના લોકોને પાણી પણ પીવા નથી મળ્યુ. 14માં નાણાપંચમાં રસ્તાઓ બનાવવામાં આવે છે. પણ રસ્તા બનાવવા માટે હલકી ગુળવતાવાળા મટેરિયલ વાપરીને સી.સી. રસ્તાઓ બનાવવામાં આવે છે. પછી તે કેમ ના ખરાબ થઇ જાય ? તેમને તો બિલ પાસ કરવામા જ રસ હોય છે. આશરે 6થી7 મહિના પહેલા ગૃપ ગ્રામપંચાયતમાં સ્વચ્છતા માટે ડસ્ટબીન આવેલ હતા. પણ આજ દિન સુધી બેજ ગામમાં ડસ્ટબીન મુકવામાં આવેલ નથી.
બેજના ગ્રામજનો અને ભીલીસ્થાન ટાઇગર સેનાએ તાલુકા વિકાસ અધિકારીને અવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. અવેદન પત્રમાં જે પણ ઉલ્લેખ કરવામા આવેલ મુદ્દાઓ ઉપર કાયૅવાહી કરવામાં આવે અને સરપંચ, ઉપસરપંચ દ્વારા હોદ્દાનો દુરઉપયોગ કરવામાં આવેલ છે તે ધ્યાન લઇ તાત્કાલિક સ્થળ પર તપાસ કરીને કાયૅવાહી કરવા માંગણી કરી હતી. અને જો કાયૅવાહી કરવામાં ના આવે તો આવનાર દિવસોમાં આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *