શકિત સોનગઢ ખાતે UPSC, GPSC પરીક્ષાની તૈયારી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શકિત સોનગઢ ખાતે UPSC, GPSC ની પરીક્ષાની તૈયારી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ કાર્યક્રમમા પરીક્ષાર્થીઓ એ તૈયારી કરવા માટે શું કરવું, પરીક્ષાની પધ્ધતિ કેવી હોય, શું કાળજી રાખવી, પ્રિલીમ, મેન્સ, ઈન્ટરવ્યુ શું છે ? કેવી રીતે કરવું તેની માહિતી આપવામાં આવી હતી. આ તાલીમનુ ઉદ્દઘાટન બાબા સાહેબ આંબેડકર અને જયપાલસિહ મુંડાની તસ્વીરને ફુલ હાર ચડાવી કરવામાં આવ્યુ હતુ. આ તાલીમના રીસોર્સપરસન તરીકે ગાંધીનગરથી ડૉ. સપનીલ મહેતા અને અમદાવાદથી આદરણીય મુલચંદ રાણા, પેટલાદથી રાહુલભાઈ અને શકિત સોનગઢથી ઝેવિયરભાઈએ હાજર રહી પરીક્ષાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતું. આ તાલીમ 30મી નવેંબરના બપોર સુધી રહેશે ચાલુ રહેશે. આ તાલીમ કાર્યક્રમમા બહેનો 51 અને ભાઈઓ 42 મળી કુલ 93 તાલીમાર્થીઓએ ભાગ લીધો છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *