વ્યારા શહેરના કન્ટ્રક્શન સાઇડો ઉપરથી લોખંડના સળીયાની ચોરી કરતી ગેંગને રૂ. ૩.૯૧ લાખના મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી
( પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા શરીર/મિલકત સબંધિત તેમજ વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને
( ૧ ) આજરોજ પો.ઈન્સ.શ્રી, આર.એમ. વસૈયા, પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી.વતાપીના માર્ગદર્શન હેઠળ શ્રી વાય.એસ. શિરસાઠ, પો.સ.ઇ. લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી – વ્યારા તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળેલ હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. ચેતનભાઇ ગજાભાઇ તથા પો.કો. રોનક સ્ટીવનસનને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે કેટલાક ઇસમો વ્યારા કાનપુરાના તોરણ વિલા સોસાયટીની સામે આવેલ ખુલ્લી જગ્યામાં ચોરીના લોખંડના સળીયા ભરી સગેવગે કરવાની તૈયારી કરે છે. જે બાતમી હકિકત આધારે બાતમી હકિકતવાળી જગ્યાએ રેઇડ કરતા એક સફેદ કલરની મહીન્દ્રા કંપનીની સુપ્રો મેક્સી ( ટેમ્પો ) નં.- GJ- 26-7-8726માં લોખંડના સળીયાની ભારીઓ ભરેલ હોય તેમજ ગાડીના બાજુમાં પણ લોખંડના સળીયાની ભારીઓ તથા છુટા લોખંડના સળીયાઓ પડેલ હોય અને સ્થળ પર સાત ઇસમો હાજર હોય તે તમામ ઇસમો તથા મહીન્દા કંપનીની સુપ્રો મેક્સી ( ટેમ્પો ) | « GJ – 26 – T 8726 ને આયોજન પુર્વક કોર્ડન કરી લઇ ગાડીમાં ભરેલ તથા સુપ્રો મેક્સી ગાડીની બાજુમાં પડેલ લોખંડના સળીયા બાબતે તમામ ઇસમોની પુછપરછ કરતા તેઓ લોખંડના સળીયાની માલિકી બાબતે કોઇ ખરીદી બીલ કે દસ્તાવેજી પુરાવા રજુ કરતા ન હોય જે શંકાસ્પદ જણાતા સ્થળ પર હાજર મળી આવેલ આરોપીઓ- ( ૧ ) સચીન જ્ઞાનેશ્વર કોળી ઉ.વ. ૨૨ , રહે.તાડકુવા , બાવળી, ફળીયુ વ્યારા જી.તાપી ( ૨ ) વિપુલભાઇ કાળીદાસભાઇ ગામીત ઉ.વ .૩૦ રહે. માંડળ ગામ નિશાળ ફળીયુ પોસ્ટ કિકાકુ તા.સોનગઢ જી.તાપી ( ૩ ) પ્રજ્ઞેશભાઇ દિલીપભાઇ ગામીત , ઉ.વ .૨૩ , રહે . તાડકુવા ગામ , ડુંગરીફળીયા , તા.વ્યારા. જી.તાપી ( ૪ ) હિતેશભાઇ રમેશભાઇ પંચાલ , ઉ.વ .૨૪ , નવી વસાહત , ગણેશ મંદિર પાસે , વ્યારા , તા.વ્યારા , જી.તાપી ( પ ) પ્રિયમભાઇ ભરતભાઇ ગામીત , ઉ.વ .૧૯ , રહે . કુંભારવાડ , ડી.કે. પાર્ક સોસાયટીની સામે , વ્યારા , તા.વ્યારા , જી.તાપી ( ૬ ) રવિભાઇ વિજયભાઇ ચૌધરી , ઉં.વ .૧૮ , ૨૯ માલીવાડ , ટેકરાપર , વ્યારા , તા , વ્યારા , જી.તાપી તથા ( ૭ ) ધર્મેશભાઇ વિજયભાઇ તીવારી, રહે , વીલોસીટીની સામે , સ્મશાન પાસે , વ્યારા , તા , વ્યારા , જી.તાપી
આગવી પૂછપરછ કરતા આજુબાજુ આવેલ ડ્રીમ હાઉસ પ્રોજેક્ટ, શાસ્ત્રીનગર, તથાસ્તુ, પ્રમુખ સ્વામી પાર્ક વિગેરે કંસ્ટ્રકશન સાઈડો પરથી સળીયાનો જથ્થો ચોરી લાવી ઝાડી ઝાંખરામાં સંતાડી રાખી, આ ચોરીના સળિયાનો જથ્થો કોઇ ગ્રાહક મળે તો તેને વેચવા અથવા તો અન્ય કોઇ અવાવરૂ જગ્યાએ સંતાડી રાખવા ટેમ્પો ભરી લઇ જવાની તૈયારી કરતા હોવાની કબુલાત કરતા. કુલ્લે આશરે 1900 કિ.ગ્રા લોખંડના સળીયાના આશરે રૂ. ૭૦ / – લેખે કુલ્લે કિ.રૂ. ૧,૩૩,૦૦૦ / – ના મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. અને તમામ મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી તમામ આરોપીઓ વિરૂધ્ધ Cr.P.C. કલમ- ૪૧ ( ૧ ) ડી મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ
એક સફેદ કલરની મહીન્દ્રા કંપનીની સુપ્રો મેક્સી ( ટેમ્પો ) નં.- GJ – 26 – T – 8726 જેની આશરે કિં.રૂ. ૨,૫૦,૦૦૦ / તથા ગાડીમાં ભરેલ ૮ એમ.એમ. લોખંડના સળીયાની ૧૧ ભારી જે આશરે ૭૦૦ કિ.ગ્રા . તથા ગાડીની બાજુમાં જમીન પર પડેલ ૮ એમ.એમ. , ૧૨ એમ.એમ. તથા ૧૬ એમ.એમ.ના લોખંડના સળીયાની ભારીઓ તથા છુટા સળીયા જેનુ આશરે વજન ૧૨૦૦ કિ.ગ્રા . મળી કુલ્લે આશરે ૧૯૦૦ કિ.ગ્રા. જે ૧ કિ.ગ્રા . લોખંડના સળીયાના આશરે રૂ. ૭૦ / – લેખે કુલ્લે કિ.રૂ. ૧,૩૩,૦૦૦ / – તથા મોબાઇલ નંગ -૦૫ , આશરે કુલ્લે કિ. ૮,૦૦૦ મળી કુલ કિ. ૩,૯૧,૦૦૦ / – નો મુદ્દામાલ.
શોધાયેલ ગુના
(1) વ્યારા પો.સ્ટે . પાર્ટ A, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ (2) વ્યારા પો.સ્ટે . પાર્ટ A, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ, ( ૩ ) વ્યારા પો.સ્ટે . પાર્ટ A, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ અને (૪) વ્યારા પો.સ્ટે પાર્ટ A, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ
ગુન્હો કરવાની મોડસ ઓપરેન્ડી
કન્સ્ટ્રક્શન સાઇડો પરથી સળીયાના જથ્થાની ચોરી ગુનાહીત ઇતિહાસ આરોપી નં- ( ૩ ) પ્રજ્ઞેશભાઇ દિલીપભાઇ ગામીત કાકરાપાર | ગુ.ર.નં- ૧૧૮૧૪૦૦૩૨૦૦૪૩૩/૨૦૨૦ ઇ.પી.કો. કલમ- ૩૯૫ , ૪૨૭ મુજબ તથા પ્રોહીબિશનના ગુનામાં પકડાયેલ છે. ( ૭ ) ધર્મેશભાઇ વિજયભાઇ તીવારી- ( ૧ ) વ્યારા- III ગુ.ર.નં. ૭૧૩/૨૦૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ એઇ , ૯૮ ( ૨ ) મુજબ. ( ૨ ) વ્યારા- III ગુ.ર.નં. ૩૩૭/૨૦૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ ઇ , ૮૧ , ૯૮ ( ૨ ) મુજબ.
કામગીરી કરનાર ટીમ :
પો.ઈન્સ.શ્રી , આર.એમ. વસૈયા, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા શ્રી વાય.એસ. શિરસાઠ, પોલીસ સબ ઇન્સ્પેકટર, એ.એસ.આઇ. ચેતનભાઇ ગજાભાઇ, અહેકો ધર્મેશભાઇ મગનભાઇ, અ.હે.કોન્સ. ધર્મેશભાઇ ઉમેશભાઇ, અ.પો.કો. વિનોદભાઇ પ્રત્તાપભાઈ, અ.પો.કો. શશીકાંત તાનાજીભાઇ, અને અ.પો.કો. રોનકભાઈ સ્ટીવનશનભાઈ , અ.પો.કો. કશ્યપ અમરસિંહ કામગીરી કરેલ છે.