સી.એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર વ્યારા દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તા . ૦૭/૦૪/૨૦૨૨ ના રોજ સી.એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર , વ્યારા દ્વારા “ વિશ્વ આરોગ્ય દિવસ ” ની ઉજવણી ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી . કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય અને સરસ્વતિ માતાની પૂજાથી થઈ ત્યારબાદ કોલેજના કોમ્યુનીટી મેડીસીન ડીપાર્ટમેન્ટના સ્ટાફ ડૉ . ધીરલ વ્યાસ દ્વારા સ્વાસ્થ્ય સબંધી જાગૃતિ ફેલાવતા નાનકડા પ્રવચનથી થઈ અને ત્યારબાદ કોલેજના તૃતિયવર્ષ બી.એચ.એમ.એસ. અને ચતુર્થવર્ષ બી.એચ.એમ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાસ્થ્ય સબંધી જાગૃતિ ફેલાવતા વિવિધ નાટકીય કાર્યક્રમો કરવામાં આવ્યા અને તેની સાથે તૃતિયવર્ષ બી.એચ.એમ.એસ.ની વિદ્યાર્થીની ચિત્રાંગી પટેલ દ્વારા તાઈક્વોન્દો સ્વરક્ષણ તકનીકની તાલીમ આપવામાં આવી . કાર્યક્રમની અંતમાં તમામ વિદ્યાર્થીમિત્રોને પ્રમાણપત્ર તથા નાની ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા તથા આ સમગ્ર કાર્યક્રમના સંચાલક સ્ટાફમિત્રોને પણ નાની ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા . સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવૃત્તિ સમિતિ દ્વારા કોલેજના આચાર્ય શ્રીમતિ ડૉ . જયોતિ રાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું .