તાપી જીલ્લાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંપાવાડી દક્ષિણ ગુજરાતનું સૌપ્રથમ “NQAS” સર્ટિફાઇડ કેન્દ્ર બન્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારત સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત સેવાઓ મળી રહે તે હેતુસર આરોગ્ય કેન્દ્રોના ક્વોલિટી અંગેના માપદંડો(“નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) નક્કી કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આરોગ્ય કેન્દ્રોને નેશનલ લેવલે NQAS સર્ટીફાઇડ કરવા અંગે એપ્લીકેશન કરવામાં આવેલ હતી. તાપી જિલ્લાના ૩૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પૈકી ચાંપાવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નેશનલ લેવલે એપ્લીકેશન કરવામાં આવેલ હતી. જે સંદર્ભે ભારત સરકારની NQAS એસેસરની બે સભ્યોની નેશનલ ટીમ દ્વારા તા.૨૭ અને ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૯ દરમ્યાન એસેસમેન્ટ કરવામાં આવ્યું. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંપાવાડી,૯૦.૧%નાં સ્કોર સાથે દક્ષિણ ગુજરાતનું સૌપ્રથમ સર્ટિફાઈટ કેન્દ્ર બન્યું છે. “NQAS” સર્ટીફીકેટમેળવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ. નુતન ચૌધરી તથા તેમની હેલ્થ ટીમને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હર્ષદ પટેલ તથા જિલ્લા આરોગ્ય પરીવાર દ્વારા બહુમાન કરીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.