વિઘા ગુર્જરી શાળામાં તાપી જિલ્લા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા -2022 યોજવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકારા પતિષ્ઠાન સંચાલિત વિઘા ગુર્જરી પ્રાથમિક- માધ્યમિક શાળામાં તા .09 / 02 / 2022 બુઘવારના રોજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા આયોજિત તાપી જિલ્લા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા -2022 યોજવામાં આવી.
ઉપરોકત સ્પર્ધામાં સમારોહના ઉદઘાટક તરીકે માન . શ્રીમતી રોજલબેન એચ રાણા પ્રમુખશ્રી વ્યારા નગરપાલીકા , સમારોહના અઘ્યક્ષ તરીકે માન.શ્રી સંજયભાઈ સી શાહ ટ્રસ્ટીશ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન વ્યારા સમારોહના અતિથિ વિશેષ તરીકે માન.શ્રી ગોવિંદભાઈ આર ગાંગોડા શિક્ષણ નિરિક્ષક શ્રી તાપી મંચસ્થ થયેલ સમારોહના ઉદઘાટક શ્રીમતી રોજલબેન રાણાએ ભારતમાતા કી જય ના જયઘોષ સાથે પોતાના વ્યકત્વયની શરૂઆત કરેલ સમગ્ર વાતાવરણ દેશભકિતથી તરબોળ જોવા મળેલ તેમને પ્રતિભા શબ્દનો શું અર્થ થાય છે તેની વિશેષ સમજ વિઘાર્થઓને આપેલ તેમજ સ્પર્ધામાં ભાગ લીધેલ દરેક વિધાર્થીઓને શુભેરછા પાઠવી . જય જય ગરવી ગુજરાત ના નારા સાથે પોતાના વ્યકત્વયને વિરામ આપેલ . સમારોહના અતિથિ વિશેષ માન.શ્રી ગોવિંદભાઈ ગાંગોડા શિક્ષણ નિરીક્ષકશ્રી તાપીએ વિદ્યાર્થીઓને શુભેરછા પાઠવવાની સાથે સાથે પોતાના બાળપણના સંસ્મરણો વગોળી પોતાના તાપી જિલ્લામાં વીતાવેલ વિદ્યાર્થી જીવનને પણ યાદ કરેલ . તેઓની હાલ જ તાપી . જિલ્લામાં શિક્ષણ નિરીક્ષક તરીકે નિયુકિત થયેલ હોવાથી પોતાના સ્મરણો વાગોળી તાપી જિલ્લા સાથેનાપોતાનાં વિદ્યાર્થીકાળને યાદ કરેલ . સમારોહના અધ્યક્ષ માન.શ્રી સંજયભાઈ શાહે પોતાના વકત્વયમાં સૌ વિધાર્થીઓને સ્પર્ધાની શુભેરછા પાઠવી ભાગ લેનાર દરેક વિદ્યાર્થી વિજેતા જ છે એમ કહી સૌ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ અને પોતાના વકત્વયને વિરામ આપેલ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી અમૃતાબેન ગામીતે બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું મહત્ત્વ બાળકોને જણાવેલ . તેમજ કારકિર્દીના ઘડતરમાં પણ આ બધી સ્પર્ધાઓનું શું મહત્ત્વ હોય છે . સૌ વિદ્યાર્થીઓને સમજ આપેલ . શાળાના આચાર્યશ્રી જય વ્યાસે ઉપસ્થિત સૌ મહાનુભવોને શાબ્દિક આવકાર આપી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સૌને પુષ્પ અર્પણ કરી ઉષ્માભર્યો આવકાર આપેલ . આ સ્પર્ધામાં જિલ્લાની વિવિઘ શાળાઓ માંથી ૧૮૦ જેટલા બાળકોએ વિવિધ સ્પર્ધામાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભાના દર્શન કરાવેલ.
આ પ્રસંગે શાળાના મંત્રી માન.શ્રી નિખિલભાઈ આર.શાહ સંસ્થાના ખજાનચી માન.શ્રી ડાહયાભાઈ પટેલ , ટ્રસ્ટી માન.શ્રી હસમુખભાઈ શાહ , માન.શ્રી કેયુરભાઈ શાહ , માન.શ્રી ચિરાગભાઈ કોઠારી , શાળાના પૂર્વ કેમ્પસ ડાયરેકટર માન.શ્રી નવિનભાઈ પંચોલી બાળકોને પ્રોત્સાહિત માટે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલ . શાળાના શિક્ષિકા અર્પિતાબેન પંચાલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરેલ . શિક્ષિકા બહેન દર્શના ચૌધરીએ આભારવિધિ કરી કાર્યક્રમને વિરામ આપેલ . R ।