વાલ્મીકી-ઝાંખરી નદી પર ચાલતા પુલના કામ સંદર્ભે વાહન વ્યવહાર બંધ કરાયો

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયા દ્વારા વાલ્મીકી (ઝાંખરી) નદી ઉપર ઉનાઇ-બુહારી-વાલોડ-મઢી-માંડવી તા.વાલોડ, ખાતે પુલ બનાવવાનું કામ પ્રગતિમાં હોય બંને તરફનાં રીટર્નવોલ તથા એપ્રોચનાં કામ માટે સદર રસ્તા ૫ર બેડચીતથી બાજીપુરા સુઘી રસ્તાની ચેઇનેજ ૧૦૨/૨ થી ૧૨૦/૦ સુઘી રસ્તો બંઘ કરી સદરહું રસ્તા ૫રથી ભારે વાહનો ટેમ્પા, ટ્રક, મલ્ટી એકસેલ તથા કોમર્સિયલ વાહનોની અવર-જવર ૫ર પ્રતિબંઘ ફરમાવવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જે મુજબ વાહન ચાલકોએ આ પ્રમાણેના વૈકલ્પિક માર્ગનો ઉ૫યોગ કરવાનો રહેશે. ભારે વાહનો ટેમ્પા, ટ્રક, મલ્ટી એકસેલ તથા કોમર્સિયલ વાહનોએ અવર-જવર માટે ઉનાઇથી માંડવી તરફ જવા માટે, NH-56 ઉનાઇ-બેડચીત-વ્યારા થઇ બાજીપુરા-તરસાડા બાયપાસ વૈકલ્પિક માર્ગનો ઉ૫યોગ કરવાનો રહેશે. ઉનાઇથી સુરત તરફ જવા માટે, NH-56 ઉનાઇ-બેડચીત-વ્યારા થઇ બાજીપુરા-બારડોલી-૫લસાણા-સુરત વૈકલ્પિક માર્ગનો ઉ૫યોગ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર સને.૧૯૫૧નાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *