તાપી જીલ્લા વિકાસ અધિકારીનો ઐતિહાસિક નિર્ણય : આરોગ્ય કર્મચારીઓનો પગાર ઓનલાઈન કરવા નિર્ણય

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જીલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા દ્વારા અનિયમિત થતા પગારને ધ્યાનમાં રાખી એમ.એસ.પી.સોફ્ટવેર વડે માહે ડીસેમ્બર ૨૦૨૧નો પગાર જાન્યુઆરી ૨૦૨૨ની ૩ તારીખે કરાવતા તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળની વર્ષો જુની માંગણીનો કાયમી નિકાલ માન.ડી.ડી.કાપડીયા દ્વારા લાવવામાં આવતા આજ રોજ મંડળના હોદ્દેદારોએ જીલ્લા વિકાસ અધિકારીનો પુષ્પ ગુચ્છ આપી આભાર વ્યક્ત કર્યો હતો.
જીલ્લા પંચાયતમાં બ્લોક હેલ્થ કચેરી ૧.૪.૨૦૦૫થી અસ્તિત્વમાં આવ્યા બાદ ખાતામાં પગાર જમા કરવાનો થતો હતો.જેમા ઘણી અટપટી પદ્ધતિ હોવાના કારણે ૧૫થી૨૦ તારીખે પગાર થતો હતો.જેને કારણે જીલ્લા વિકાસ અધિકારીએ સ્ટેટ બેંક સાથે સંકલન કરી એમ.પી.એસ.સોફ્ટવેર મારફત સીધા જીલ્લા કચેરીમાંથી કર્મચારીઓના ખાતામાં જમા કરાવવાની પદ્ધતિ અમલમાં મુકતા આરોગ્ય કર્મચારી આલમમાં ખુશીની લહેર વ્યાપી છે.
આ નિર્ણયથી હવે દર માસની એક થી પાંચ તારીખમાં પગાર થશે જેના કારણે આરોગ્ય કર્મચારીઓના લોનના હપ્તાની નિયમિત થશે અને પેનલ્ટીથી થતા આર્થિક નુકશાન થતુ બચશે.તથા અનેક આર્થિક વ્યવહારો નિયમિત થશે.આજે જીલ્લા આરોગ્ય મંડળના પ્રમુખ સુરેશભાઈ ગામીત અને મંત્રી સંજીવ પટેલે આરોગ્ય કર્મચારીઓ વતી ડીડીઓ કાપડીયા સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *