ડાંગમાં ચાલતી કૃષિ સિંચાઈ યોજનામાં કુવાનાં કામમાં ભષ્ટ્રાચાર બાબતે ખેડુતોએ ફરીયાદ કરતાં આદિજાતી નિગમનાં ડીરેકટર બાબુરાવભાઈએ કામોની મુલાકાત પ્રધઆનમંત્રી, મંખ્યમંત્રીને ફરીયાદ કરવાની તજવીજ શરૂ કરી
બાબુરાવભાઈની ફરીયાદ બાદ આત્મા પ્રોજેકટ અને ખેતીવાડી વિભાગનો ભષ્ટ્રાચાર બહાર આવ્યો હતો અને તેની તપાસ ચાલું જ છે ત્યારે ફરીયાદોમાં હવે ઊકાઈ સિંચાઈ વિભાગ પણ ઊમેરાશે
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ માં કેન્દ્ર સરકારની કૃષિ સિંચાઈ યોજનાં માં કુવાનાં કામ માં ચાલતાં ભષ્ટ્રાચાર બાબતે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને ફરીયાદ કરવાની તજવીજ શરૂ કરી
બાબુરાવભાઈએ અધિકારીને વારંવાર ફરીયાદ બાબતે રજુઆત કરી છતાં ઊકાઈ સિંચાઈ વિભાગનાં ડાંગ જિલ્લામાં ચાલતાં કુવાનાં કામો પર તપાસ કરવાની તસ્દી પણ લીધી નથી જેથી દેશનાં વડાપ્રધાન અને ગુજરાતનાં મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને ફરીયાદ કરવાની તજવીજ શરૂ કરતાં ભષ્ટ્ર અધિકારીઓ અને કોન્ટ્રાકટરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે
ગુજરાત આદિજાતી નિગમનાં ડીરેકટર બાબુરાવભાઈ ચૌર્યાને ડાંગ જિલ્લાનાં જાગૃત ખેડુતોએ કેન્દ્ર સરકારનાં કૃષિ વિભાગનાં સેન્ટર ગ્રાઊન્ડ વોટર બોર્ડ દ્રારા ડાંગ જિલ્લામાં કુલ-2100 કુવા બનાવવાનું ઊકાઈ સિંચાઈ વિભાગ દ્રારા ડાંગમાં 2100 માંથી હાલ ડાંગમાં અંદાજીત 200 કામગીરીની શરૂઆત કરવામાં આવી છે સરકારની નિતિ-નિયમ મુજબ સારી ગુણવતા વાળુ સિમેન્ટ,રેતી,કપચી અને સ્ટીલ વાપરી સિમેન્ટ ક્રોકીટનાં માલ-સામાન વાપરવાનું હોય છે પરંતુ ઊકાઈ સિંચાઈ વિભાગનાં ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર ગામીત અને દિવ્યા એન્ટરપ્રાઈઝ એજન્સીએ સુરતનાં પેટા કોન્ટ્રાકટરોને ગેરકાયદેસર સોંપી દીધી છે આ પેટા કોન્ટ્રકટરો ઊકાઈ સિંચાઈ વિભાગનાં ઈજનેરો સાથે સાંઠગાંઠ રાખી કુવાઓનાં કામ હલકી ગુણવતાનું સિમેન્ટ ખરાબ થઈ ગયેલુ સિમેન્ટ કે જેને તગારા માં પાણીમાં પલાડી સિમેન્ટ બોળી રાખી તેને માલ-સામાન વાપરવામાં આવે છે તથા નદીની સ્થાનીક માટીવાળુ રેતી (ભાઠું ) વાપરવામાં આવે છે સ્ટીલનાં સળિયા પણ નિયત ધોરણ કરતાં નિમ્નકક્ષાનાં સ્ટીલનાં સળિયા તે નામ માત્રનાં વાપરવામાં આવે છે કુવાનાં બાધકામ માટે જમીન પરની માટી આડેધડ જીસીબી દ્રારા ખોદકામ કરવામાં આવે છે રહેણાંક વિસ્તાર માં લોકોનાં મકાન નજીકનાં ખેતરોમાં જમીન માં કુવાનાં ખોદકામ માટે આડેધડ ડીંડોનેટર થી બ્લાસ્ટીંગ કરવામાં આવે છે જેથી લોકોનાં ધરોને નુકશાન થઈ રહ્યા હોવાની ફરીયાદ કરતાં આજરોજ સવારે થી બાબુરાવભાઈ બોરખલ,ગાયખાસ વિસ્તારમાં બનેલ કુવા પર જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું
જે બાબતે આદિજાતી નિગમનાં ડીરેકટર બાબુરાવભાઈએ જણાવ્યું હતું કે નવ નિર્માણ કુવાનાં બાધકામ વેઠ ઊતાર્યા હોવાની દેખાયું કુવાની ઊંડાઈ પણ પંદર થી વીસ ફુટ જેટલી જોવા મળી હતી તથા ત્યાં લગાડવામાં આવેલ સોલાર પ્લેટ નિમ્નકક્ષા અને ત્યાં પાણી ખેંચવા માટે સોલાર પંપ લગાડવામાં આવેલ ન હતું આ રીતે કામ થશે તો સરકારનાં કરોડો રૂપિયા પાણીમાં જશે કામ શરૂ થયાનાં તબક્કામાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રીઓને ફરીયાદ કરવાની વાત કરી છે