આહવા સિવિલ હોસ્પિટલમાં સતાધીશોની બેદરકારી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વસોનોગ્રાફી વિભાગમાં ડાંગ જિલ્લાની પ્રેગનેટ મહિલાઓને દામિની ફિલ્મ ના જેમ સોનોગ્રાફી માટે તારીખ પર તારીખ આપવામાં આવે છે. ક્યારેક ડોક્ટર નથી તો મશીન બગડી ગયું ના બાહના કરે છે. તો ચા કરતા કીટલી ગરમ કેહવત ની જેમ ડોક્ટર ની જગ્યાએ નર્સ લોકો જવાબ આપે છે.. મુલાકાત દરમિયાન RMO કે સિવિલ sergoun સુરત visit માટે જાય છે. જ્યારે ડાંગ ના દર્દી ઓ સગવડ ના અભાવ સામે બૂમો પણ પાડી શકતા નથી. કે બોલી પણ શકતા નથી. આજ રોજ તારીખ 7/12/2021 ના રોજ એક દર્દી કાનૂની સલાહ કેન્દ્ર પર પહોંચતા ત્યાંના એક જાગૃત મહિલા દ્વારા આ બાબતે હાજર અધિકારી ને પૂછ પરછ કરતા ઉલટા જવાબદાર અધિકારી દ્વારા એમ કેહવામાં આવ્યું કે તમે ભણેલા છો. તો તમને મારો જવાબ સમજાતો હશે… તો આ મેરીટ ધારી ઓ ડાંગ ના લોકો ની સેવા કરવા આવે છે.. એ પણ માત્ર બે દિવસે. ડાંગ ના લોકો પાસે ઈલાજ માટે માંડ ભાડા ના પૈસા હોય. અહી વારે વારે ધકો ખાય છે. અને અહીં થી તેઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં કે વાંસદા બાજુ સોનોગ્રાફી માટે મોકલી આપવામાં આવે છે.. તંત્ર ની ઘોર બેદરકારી અને લાલિયાવાડી સામે ડાંગ નું સ્થાનિક લોકો બોલી શકે એવી હાલત માં નથી. તેનો ફાયદો દરેક સ્થાનિક પ્રશાસન ઉઠાવી રહ્યું છે. છાશવારે આવા પ્રશ્નો ઉઠાવનાર એક્ટિવિસ્ટ આવા સતાધારીઓ સામે કાયદા ના વંટોળ માં ફસવાના ડર ના કારણે ગરીબ આદિવાસીઓ માટે લડી શકતા નથી. હવે જોયીએ કે ડાંગ પ્રશાસન આ ગંભીર બાબતે ધ્યાન દોરે છે. કે હવા માં જ આવા પ્રશ્નો ને ઉડાવી મુકે છે કે પછી ડાંગ ગરીબ આદિવાસીઓ ના પ્રશ્નો ને વાચા આપે છે.