નિઝરના વેલદા ગામેથી પોસ્કોના ગુનામાં વોન્ટેડ આરોપી પોલીસે ઝડપી પાડ્યો
13 વર્ષની છોકરીને આરોપી પોતાના ત્રણ મિત્રોની મદદ થઈ ગયો હતો
ગતરોજ તાપી જિલ્લાના નિઝરમાં આવતા વેલદા ગામેથી પોલીસ વિભાગ એ પાછલા ઘણા સમયથી વોન્ટેડ અને ઇનામી આરોપી કે જે 13 વર્ષની છોકરી ને ઉઠાવી જવાના પોસ્કો ના ગુનામાં વોન્ટેડ હતો તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર): પસ્કો જેવા ગંભીર આરોપ ના ગુનામાં વોન્ટેડ આરોપીને વેલદા ગામથી એએસાઇ ગોરખભાઈ તથા રવિભાઈ તેમજ જીઆરડી ના જવાનો સાગરભાઈ ,ગોવિંદ ભાઈ તેમજ મગન ભાઈ એ વેલદા ગામથી વોન્ટેડ આરોપી અજય રાજુભાઈ પાડવી ને મોડી રાત્રે ઝડપી પાડયો,આરોપી પર 13વર્ષી છોકરી ને બળાત્કાર કરવાનો આરોપ હતો. જે ગુનામાં આરોપી પાછલા ત્રણ મહિનાથી નાસતો ફરતો હતો જેના કારણે પોલીસે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી એના માથે ઇનામ પણ મુક્યું હતું. અત્રે નોંધનીય છે કે આરોપીએ પોતાના અન્ય ત્રણ મિત્રો ની સહાયતાથી આ છોકરીને ફોરવિલ ગાડી માં ઉઠાવી જઇ પ્રથમ મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાતના સુરત ખાતે રહેતી પોતાના માતા ના ઘરે લઈ ગયો હતો જ્યાં તેણે છોકરીને ઘેન ના ઇન્જેકશન આપ્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. હવે છોકરી સાથે બળાત્કાર પણ થયો હોય એવી આશંકા વર્તાઈ રહી છે જે તપાસનો વિષય છે?? જેની સાથે આ ગુનો થયો છે તેની માતાની ફરિયાદના આધારે હાલ મુખ્ય આરોપી ઝડપાયો છે અને અન્ય ત્રણ આરોપીઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ અહીં નોંધનિય છેકે ગુજરાત જેવા અનુશાસન શીલ રાજ્યમાં તાપી જિલ્લા જેવા આદિવાસી વિસ્તારમાં વધી રહેલા ગુનાહિત પ્રવૃત્તિ ખરેખર ચિંતાનો વિષય છે. યુપી બિહારની જેમ જુહી પણ ધોળે દિવસે ૧૩ ૧૪ ૧૫ વર્ષની છોકરીઓનો પણ થવા લાગ્યો હતો આ રાજ્યમાં મહિલા સુરક્ષા ની વાતો કરતી સરકાર ભૂંડી સાબિત થશે. અને અપરાધીઓ બેખોફ બનશે. તેથી ગુનેગારોને અપરાધીઓ માં પોલીસ અને કાયદાનો કો બની રહે તે માટે ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.