નિઝર તાલુકાના વેલ્દા ગામમાં સ્વચ્છતા અને ભ્રષ્ટ્રાચાર નાબુદ કરવા માટે જન જાગ્રતિ રેલી
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના વેલ્દા ગામમાં સ્વચ્છતા અને ભ્રષ્ટ્રાચાર નાબુદ કરવા માટે જન જાગ્રતિ રેલી કાઢવામાં આવે હતી.
તાપી જિલ્લાના છેવાડા નિઝર તાલુકાના વેલ્દા ગામમાં જય જલારામ મિત્ર મંડળના સભ્યઓ દ્વારા ડોર ટુ ડોર લોકો સુધી પહોંચી કેવી રીતે ગામમાં સ્વચ્છતા રાખવામાં આવે એની સમજ લોકો સુધી પોંહચાડવવામાં આવ્યું હતું. ગામોમાં ઠેર ઠેર કુડો, કચરો, અને ગંદુ પાણી રેલમછેલ ગલીમાં જોવા મળી રહે છે. સ્વચ્છતા અભિયાન પણ ગામે ગામ મુહિમ ચલાવવામાં આવી હતી. પરંતુ લોકોમાં અજ્ઞાનતા અને જાગૃતિના અભાવ હોવાના લીધે આ સમસ્યા દિવસે દિવસે વધવા લાગી છે. ભ્રષ્ટ્રાચાર એક એવી બીમારી છે કે જેનો અંત નથી ? વધે છે પરંતુ ઘટતી નથી ? ગામે ગામ ભ્રષ્ટ્રાચારની અસર જોવા મળે રહે છે. અનેક ગામડાઓમાં ભ્રષ્ટ્રાચાર એક વેપાર પણ બની ગયુ છે. ભ્રષ્ટ્રાચારને દૂર કરવા માટે કેટલા જગૃત નાગરિકો દ્વારા ભ્રષ્ટ્રાચાર વિરુદ્ધ મુહિમ પણ ચલાવવામાં આવે છે. ભ્રષ્ટ્રાચાર દૂર કરવા માટે ગામડે ગામડે ભ્રષ્ટ્રચાર મુક્ત ગામ બનાવવા માટે જન જાગૃતિ અભિયાન જરૂરી છે. આવનાર સમયમાં સરપંચની ચૂંટણી આવે છે. તે માટે લોકો દ્વારા ભ્રષ્ટ નેતાને બદલે સારો વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિને પસંદગી કરે. ભ્રષ્ટ્રાચાર અંગે લોકોમાં જાગૃતિ આવે એટલા માટે આજ રોજ જન જાગૃતિ અભિયાન વેલ્દા ગામમાં શરૂ કરવામાં આવ્યું હતું.